છત્તીસગઢના બીજાપુર જિલ્લાના ઇરાપલ્લી ગામમાં કોબ્રા કમાન્ડો અને નક્સલવાદીઓ વચ્ચે ફાયરિંગનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ ગોળીબારમાં એક કોબ્રા કમાન્ડો ઘાયલ થયો છે. એક નક્સલવાદીને ઠાર માર્યો છે.
છત્તીસગઢના બીજાપુરમાં નક્સલી હિંસા સામે પોલીસને સફળતા મળી છે. એલજીએસ કમાન્ડર અને 2 એલઓએસ નાયબ કમાન્ડર સહિત 7 નક્સલીઓએ સરેન્ડર કર્યું છે. તેમાંથી ત્રણ નકસલવાદીઓ છે જેના પર 3 લાખનું ઇનામ પણ જાહેર કરાયું હતું.
નકસલવાદીઓએ બીજાપુરના એસપી દિવ્યાંગ પટેલ અને સીઆરપીએફના ડીઆઈજી કોમલસિંહ સમક્ષ સરેન્ડર કર્યું હતું. બીજાપુરના એસપીએ જણાવ્યું કે પોલીસે સરેન્ડર કરનાર નક્સલીઓને 10-10 હજાર રૂપિયાની પ્રોત્સાહન રકમ આપી છે.
મળતી માહિતી મુજબ પામેડ વિસ્તારના એલજીએસ કમાન્ડર મડકમ શંકર ઉર્ફે હિરમા, એલઓએસના ડેપ્યુટી કમાન્ડર પોયામ મોટુએ પણ આ સરેન્ડર કર્યું હતું. આના પર પણ 3-3 લાખનું ઇનામ જાહેર કરાયું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
