Not Set/ લો બોલો!! આપ નેતાની જીતની ખુશી માણી રહ્યુ હતુ પરિવાર, પોલીસે દોડાવી-દોડાવીને માર્યો ઢોર માર

દિલ્હીની ઓખલા વિધાનસભા બેઠક પરથી આમ આદમી પાર્ટી (આપ) નાં ઉમેદવાર અમાનતુલ્લાહ ખાને ભારે મતે વિજય મેળવ્યો છે. અમાનતુલ્લાહ ખાનની જીત બાદ ઉત્તર પ્રદેશનાં મેરઠ જિલ્લાનાં કિલ્લા પરીક્ષિતગઢમાં તેમના પરિવારનાં સભ્યોમાં ખુશીની લહેર જોવા મળી હતી. પરિવાર રસ્તા પર ઉતરી ગયો હતો અને વિજયની ઉજવણી કરી રહ્યુ હતુ. દરમિયાન પરિવાર અને પોલીસ બન્ને વચ્ચે ઘર્ષણ […]

Top Stories India

દિલ્હીની ઓખલા વિધાનસભા બેઠક પરથી આમ આદમી પાર્ટી (આપ) નાં ઉમેદવાર અમાનતુલ્લાહ ખાને ભારે મતે વિજય મેળવ્યો છે. અમાનતુલ્લાહ ખાનની જીત બાદ ઉત્તર પ્રદેશનાં મેરઠ જિલ્લાનાં કિલ્લા પરીક્ષિતગઢમાં તેમના પરિવારનાં સભ્યોમાં ખુશીની લહેર જોવા મળી હતી. પરિવાર રસ્તા પર ઉતરી ગયો હતો અને વિજયની ઉજવણી કરી રહ્યુ હતુ. દરમિયાન પરિવાર અને પોલીસ બન્ને વચ્ચે ઘર્ષણ થયું હતું. આરોપ છે કે મેરઠ પોલીસે મહિલાઓને દોડાવી-દોડાવીને માર માર્યો હતો. આ આરોપ ખુદ અમાનતુલ્લા ખાનનાં પરિવાર અને સબંધીઓ દ્વારા વીડિયો બહાર પાડી જારી કરવામાં આવ્યો હતો.

આમ આદમી પાર્ટીનાં ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાન મૂળ રીતે કિલ્લા પરીક્ષિત ગઢ વિસ્તારનાં અગવાનપુર ગામનાં છે. મંગળવારે સાંજે, અમનાતુલ્લાહ ખાન રેકોર્ડ મતોથી જીત્યા છે તે જાણીને તેના પરિવારજનો રસ્તા પર તેમની જીતની ઉજવણી કરી રહ્યા હતા. આપ નાં ધારાસભ્યની બહેનો દ્વારા આરોપ છે કે આ દરમિયાન પોલીસ ત્યાં પહોંચી હતી અને તે તમામ લોકો સાથે લડવાનું શરૂ કર્યું હતુ. એટલું જ નહીં પોલીસે મહિલાઓનાં વાળ પણ પકડ્યા હતા અને રસ્તા પર ખેંચીને લઈ ગયા હતા. આ ગભરાહટનાં કારણે પીડિતો તેમના ઘરે કેદ થઈ ગયા હતા.

વળી, મેરઠનાં એસએસપી અજય સાહનીએ મારા મારીનાં આરોપને સંપૂર્ણપણે નકારી કાઠ્યો છે. પોલીસે સ્પષ્ટતા કરી હતી કે પરવાનગી વગર જુલુસ કાઠવામાં આવી રહ્યું હતુ. તેમને સમજાવવામાં આવ્યુ હતુ કે તેઓએ એવું કોઈ કાર્ય ન કરવું જોઈએ જે વાતાવરણને બગાડે. આ પછી, તેમને ફક્ત રોકવામાં આવ્યા છે. પોલીસનું કહેવું છે કે પરવાનગી વિના જુલુસ કાઠવા માટે પણ કેસ નોંધવામાં આવ્યો છે. હાલમાં આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે અને હુમલાનાં આરોપો પાયાવિહોણા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.