Not Set/ વડતાલ ધામમાં યોજાયો ભવ્ય દીક્ષા સમારોહ, 30 પાર્ષદો અંગ્રેજી અને સંસ્કૃતના પ્રખર વિદ્વાન

વડતાલમાં યોજાયો ભવ્ય દીક્ષા સમારોહ 55  પાર્ષદોએ  દીક્ષા ગ્રહણ કરી નિત્યસ્વરૂપ સ્વામીના શિષ્યો એ લીધી દીક્ષા ખેડા જીલ્લાના વડતાલમાં ભવ્ય દીક્ષા સમારોહ યોજાયો હતો. આજે વડતાલ ધામમાં આચાર્ય પક્ષ છોડી દેવપક્ષમાં આવેલ નિત્યસ્વરૂપ સ્વામીના 55 પાર્ષદોએ આચાર્ય રાકેશપ્રસાદના હસ્તે દીક્ષા પ્રાપ્ત કરી હતી. 55 પૈકી 30 પાર્ષદો અંગ્રેજી અને સંસ્કૃતના પ્રખર વિદ્વાન છે. આ તમામ […]

Gujarat Others
  • વડતાલમાં યોજાયો ભવ્ય દીક્ષા સમારોહ
  • 55  પાર્ષદોએ  દીક્ષા ગ્રહણ કરી
  • નિત્યસ્વરૂપ સ્વામીના શિષ્યો એ લીધી દીક્ષા

ખેડા જીલ્લાના વડતાલમાં ભવ્ય દીક્ષા સમારોહ યોજાયો હતો. આજે વડતાલ ધામમાં આચાર્ય પક્ષ છોડી દેવપક્ષમાં આવેલ નિત્યસ્વરૂપ સ્વામીના 55 પાર્ષદોએ આચાર્ય રાકેશપ્રસાદના હસ્તે દીક્ષા પ્રાપ્ત કરી હતી. 55 પૈકી 30 પાર્ષદો અંગ્રેજી અને સંસ્કૃતના પ્રખર વિદ્વાન છે. આ તમામ પાર્ષદોની સંત દિક્ષામાં મોટી સંખ્યામાં ભક્તો અને સંતો હાજર રહ્યા હતા.

આજે વહેલી સવારે યાત્રાધામ વડતાલ ધામમાં મંગળા આરતી બાદ શસ્ત્રોક્ત વિધિ બાદ આચાર્ય પક્ષ છોડી દેવપક્ષમાં આવતા વિવાદમાં રહેલ સરધાર મંદિરના સંત નિત્યસ્વરૂપ સ્વામીના 35 અંગ્રેજી અને સંસ્કૃત ના વિદ્વાન સહિત કુલ 55 પાર્ષદોને આચાર્ય રાકેશપ્રસદના હાથે ભગવા ધારણ કરી સંત તરીકે દીક્ષા લીધી હતી જેમાં સંતો અને હજારોની સંખ્યામાં હરિભક્તો હાજર રહ્યા હતા

થોડા દિવસ પહેલા જ નિત્યસ્વરૂપ સ્વામી આચાર્ય પક્ષ છોડી 17 વર્ષ બાદ દેવપક્ષમાં પરત પોતાના મંડળ ના સંતો અને પાર્ષદો સાથે જોડાયા હતા જે સમયે આજે 20 જાન્યુઆરીના રોજ આચાર્ય રાકેશ પ્રસાદ ને ગાદીપતિ બન્યા ના 17 વર્ષ પૂર્ણ થતાં હોય  પોતાના અંગ્રેજી અને સંસ્કૃત ના પ્રખર વિદ 35 પાર્ષદો સહિત 55 જેટલા પાર્ષદો સંત તરીકે દીક્ષા લેશે તેવી જાહેરાત કરી હતી. જે બાદ આજે વહેલી સવારે ભગવાન ની મંગળા આરતી બાદ નિત્યસ્વરૂપ સ્વામીના 55 પાર્ષદો ને આચાર્ય રાકેશપ્રસદ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી યજ્ઞોપવિત અને કંઠી અને ભગવા વસ્ત્રો પહેરાવી  સંત તરીકે દીક્ષા આપી હતી.  જેમાં સત્સંગ મહાસભાના પ્રમુખ નૌતમ સ્વામી અને કોઠારી સંત સ્વામી સહિત મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.