ગાંધીનગરમાં 42 દિવસથી મહિલાઓ આંદોલન કરી રહી છે. લોકરક્ષક દળ ભરતી મહિલા ઉમેદવાર મેરિટ વિવાદને મામલે તુલ પકડી છે. 1-8-2018નો ઠરાવ રદ્દ કરવાની મહિલા ઉમેદવારોની માંગ છે. ઠરાવ ને લઇ SC-ST-OBCની મહિલા ઉમેદવારોને અન્યાય થયો હોવાનો આક્ષેપ છે. મહિલાઓ પરિપત્ર રદ્દ ન થાય ત્યા સુધી આંદોલન ચાલુ રાખવા મક્કમ છે.
અન્યાય વિરુદ્ધ લડત આપી રહેલી આ મહિલામાંથી એકની તબીયલ લથડી છે. આટલી કાતિલ ઠંડીમાં દિવસ અને રાત જોયા વિના પોતાના પોતાના હક્ક માટે ગાંધીનગર ખાતે છેલ્લા ૪૨ દિવસથી ધરણા પર બેઠી છે. આ મહિલાઓના સરકાર વિરોધી સૂત્રોચ્ચાર સાથે દેખાવો કરી રહી હતી. ત્યારે સંગીતા નામની મહિલાની તબિયત લથડી છે. એમ્બ્યુલન્સ દ્વારા આ મહિલાને હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, આજે આ મહિલાઓના સમર્થનમાં બ’પોરે 2 કલાકે SC-ST-OBCના અગ્રણીની બેઠક બોલાવવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
