કૌભાંડ/ બોડેલીમાં ઈકો ગાડી વડોદરા ભાડે લઈ જઈને તેના સાઇલેન્સર બદલી નાખવાનું કૌભાંડ

છોટાઉદેપુર જિલ્લાનાં બોડેલીમાંથી ઈકો ગાડી વડોદરા ભાડે લઈ જઈને તેના સાઇલેન્સર બદલી નાખવાનું કૌભાંડ બહાર આવ્યુ છે.

Gujarat Others

@સુલેમાનખત્રી, મંતવ્ય ન્યૂઝ – છોટાઉદેપુર

છોટાઉદેપુર જિલ્લાનાં બોડેલીમાંથી ઈકો ગાડી વડોદરા ભાડે લઈ જઈને તેના સાઇલેન્સર બદલી નાખવાનું કૌભાંડ બહાર આવ્યુ છે. જે બાદ આ અંગેની ફરિયાદ નોધાતા બોડેલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

કાર્યવાહી: સુરતમાં કાર કૌભાંડનો પર્દાફાશ, વાંચીને ચોંકી ઉઠશો કે કેટલી કારનું થયું કૌભાંડ

અમદાવાદ, વડોદરા બાદ હવે છોટાઉદેપુર જિલ્લામાં ઇકો ગાડીનાં સાઇલેન્સર બદલી નાખવાનું કૌભાંડ બહાર આવ્યું છે. છોટાઉદેપુર જિલ્લાનાં બોડેલીનાં સાહિલ રફીક શેખ રહે. નૂરાની મસ્જિદની બાજુમાં, બોડેલીથી ઇકો ગાડી વડોદરા લઈ ગયો હતો. સાથે વિજય નામનાં યુવકને પણ લઈ ગયો હતો. સાંજે ગાડી પરત આવી અને બીજા દિવસે ગેસ ભરાવતી વેળા સાઇલેન્સરમાં અવાજ વધુ આવતા મારુતિ શો રૂમમાં ગાડી બતાવવા ગયા હતા. જ્યા મિકેનિકે કહ્યું કે સાઇલેન્સર બદલાઈ ગયું છે અને છેલ્લા કેટલાક દિવસથી બોડેલીનાં અલગ અલગ વિસ્તારની 14 જેટલી ઇકો ગાડીઓનાં સાઇલેંન્સર બદલાયા હોવાનું જાણવા મળ્યું છે.

ઈ-લોકાર્પણ / રાજકોટમાં કરોડોના વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ,લાઈટ હાઉસ પ્રોજેક્ટમાં ગુજરાત અગ્રીમ : CM રૂપાણી

વડોદરા ગાડી લઈ જઈને ત્યાં સાઇલેંન્સર બદલવાનું કૌભાંડ પકડાયું છે. સાહિલ અને ભાવેશ બારીયા એસ ટી ડેપો સામેનાં નામ ખુલ્યા હતા. 45 થી 70 હજાર રૂપિયાની કિંમતનાં સાઇલેન્સર ચોરાયા હોવાનુ બહાર આવ્યું છે. ઇકો ગાડીનાં માલિક વસીમભાઈ અયુબભાઈ મન્સૂરીએ નોંધાવેલી ફરિયાદમાં યાસીનભાઈ મજીદભાઈ મેમણ, ઇમરાનભાઈ ફકીર મહંમદ ઘાંચી, મઝરુદ્દીન મન્સૂરી, ઋષિકપૂર ત્રિવેદી, સહિતનાં અનેક માલિકોની ગાડીનાં સાઇલેન્સર બદલાયા હોવાનું જણાવાયું છે. ગાડી માલિક વસીમભાઈ અયુબભાઈ મન્સૂરીએ બોડેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.