ગુજરાતમાં કોરોના મહામારીના અંતનો પ્રારંભ થઇ ગયો છે. ભારતમાં વિશ્વના સૌથી મોટા રસીકરણની શરૂઆત થઇ ગઇ છે. ત્યાં જ ગુજરાતમાં પણ રસીકરણ થઇ રહ્યું છે. રાજયમાં આજે 56,935 વ્યક્તિઓને કોરોનાની રસી આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 2,12,737 વ્યક્તિઓનું રસીકરણ થયુ છે. ગત કેટલાક દિવસોથી રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસનો આંક પણ સતત ઘટી રહ્યો છે. આજે કોરોના વાયરસના દૈનિક નોંધાતા કોરોના મહામારીના આંકડામાં ખુબ જ મોટો ઘટાડો નોંધાયો છે.

આજે કોરોનાનાં ચેપના ફેલાવાના ગ્રાફમાં 335 પોઝિટિવ કેસ આવ્યા છે . જ્યારે રાજ્યમાં વધુ 1 દર્દીએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4385 એ પહોંચ્યો છે. જ્યારે 463 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. જોકે ગુજરાતમાં સાજા થવાનો દર ધીરે ધીરે વધી રહ્યો છે અને 96.94 ટકાએ પહોંચ્યો છે.

Ahmedabad / માર્ચ સુધીમાં શહેરમાં વિવિધ સ્થળોએ ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન શરૂ થશે
કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં અમદાવાદ કોર્પોરેશન 74, વડોદરા કોર્પોરેશન 74, સુરત કોર્પોરેશન 41, રાજકોટ કોર્પોરેશન 35, વડોદરા 15, કચ્છ 9, સુરત 8, આણંદ 6, જુનાગઢ 6, ગાંધીનગર 5, ગાંધીનગર કોર્પોરેશન 5, જુનાગઢ કોર્પોરેશન 5, ગીર સોમનાથ 4, ખેડા 4, મોરબી 4, રાજકોટ 4, અમદાવાદ 3, ભાવનગર કોર્પોરેશન 3, દાહોદ 3, નર્મદા 3, પંચમહાલ 3, સાબરકાંઠા 3, ભરૂચ 2, છોટા ઉદેપુર 2, દેવભૂમિ દ્વારકા 2, જામનગર કોર્પોરેશન 2, મહેસાણા 2, સુરેન્દ્રનગર 2, વલસાડ 2, અમરેલી 1, ભાવનગર 1, મહીસાગર 1, પાટણ 1 કેસ સામે આવ્યા છે.

Ahmedabad / માર્ચ સુધીમાં શહેરમાં વિવિધ સ્થળોએ ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન શરૂ થશે
