Ahmedabad CFO Amit Dongre Arrested in Bribery Case: અમદાવાદ ફાયર વિભાગમાં ફાયર NOCના નવીનીકરણ માટે લાંચ માંગવામાં આવી હોવાના કેસમાં એન્ટી કરપ્શન બ્યુરો એટલે કે ACBએ મોટી કાર્યવાહી કરી છે. આ કાર્યવાહીમાં અમદાવાદના ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે(Amit Dongre) અને ભાવસિંહ ઝાલાની ધરપકડ કરવામાં આવી છે.
પ્રાથમિક માહિતી મુજબ, એક બિલ્ડિંગના છ યુનિટની ફાયર NOCનું નવીનીકરણ કરાવવા માટે કુલ 36 હજાર રૂપિયાની લાંચ માંગવામાં આવી હોવાનો આરોપ છે. એટલે કે દરેક યુનિટ માટે 6 હજાર રૂપિયા પ્રમાણે રકમ નક્કી કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે.
36 હજારની લાંચ લેતા ACBની ટ્રેપ
ફરિયાદ મળ્યા બાદ ACBએ છટકું ગોઠવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન બંને આરોપીઓને 36 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા હોવાની માહિતી છે.
કાર્યવાહી આગળ વધારતા ACBએ ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેના(Amit Dongre) નિવાસસ્થાનેથી 1.10 લાખ રૂપિયા રોકડા પણ જપ્ત કર્યા છે. આ ઉપરાંત આરોપીઓના બેંક ખાતાં અને લોકર અંગે પણ કાર્યવાહી કરવામાં આવી છે.

જૂની NOCની પણ થશે તપાસ
આ કેસ માત્ર એક લાંચની ફરિયાદ પૂરતો સીમિત રહેવાની શક્યતા નથી. ACB હવે અમદાવાદ ફાયર વિભાગ દ્વારા છેલ્લા દોઢ વર્ષમાં આપવામાં આવેલી ફાયર NOCની પણ તપાસ કરશે.
આ તપાસ દરમિયાન NOC મંજૂર કરવા અથવા તેનું નવીનીકરણ કરવા માટે કોઈ ગેરરીતિ કે નાણાકીય લેવડદેવડ થઈ હતી કે નહીં, તે અંગે માહિતી એકત્ર કરવામાં આવશે. જેના કારણે આ કેસમાં વધુ લોકોની સંડોવણી સામે આવે તેવી શક્યતા પણ વ્યક્ત થઈ રહી છે.
NOC માટે રકમ વસૂલવાના આક્ષેપ
આ સમગ્ર મામલાની વચ્ચે ચીફ ફાયર ઓફિસર વિરુદ્ધ અગાઉ પણ લાંચ અને NOC પ્રક્રિયાને લઈને ફરિયાદો કરવામાં આવી હોવાના દાવા સામે આવ્યા છે. ફરિયાદી તરફથી એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે અલગ-અલગ NOC Amit Dongre દ્વારા માટે નક્કી રકમ વસૂલવામાં આવતી હતી અને આ માટે અન્ય વ્યક્તિઓની મદદ લેવામાં આવતી હતી. જોકે, આ તમામ આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ તપાસ બાદ જ થઈ શકશે.
ACBની તપાસમાં હવે શું સામે આવશે?
હાલ બંને આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. ACB દ્વારા કેસની વધુ તપાસ માટે રિમાન્ડની માંગ કરવામાં આવી શકે છે.
હવે તપાસનો મુખ્ય મુદ્દો એ રહેશે કે 36 હજાર રૂપિયાની આ કથિત લાંચની ઘટના માત્ર એક કેસ પૂરતી હતી કે પછી ફાયર NOCના(Amit Dongre) નવીનીકરણ સાથે જોડાયેલી કોઈ મોટી ગેરરીતિનું નેટવર્ક પણ કાર્યરત હતું.
ACBની આગળની તપાસમાં છેલ્લા દોઢ વર્ષ દરમિયાન મંજૂર થયેલી NOC અને સંબંધિત નાણાકીય વ્યવહારોની તપાસ મહત્વપૂર્ણ બની રહેશે.
આ પણ વાંચો: અમદાવાદમા રૂ.36 હજારની લાંચ કેસમાં મનપાના CFO અમિત ડોંગરે ટર્મિનેટ
આ પણ વાંચો: ભાવનગરમાં ACBનો સફળ ટ્રેપ, આધાર કાર્ડમાં સુધારા માટે લાંચ લેતા ઓપરેટર ઝડપાયો
