Ahmedabad : IPL 2025ની શરૂઆત થવાની તૈયારીમાં છે અને ગુજરાત ટાઇટન્સની ટીમ પોતાની ચોથી સીઝનમાં બીજી વખત ચેમ્પિયન બનવા માટે સજ્જ છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી મેચો માટે ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તેમના માટે ઓફલાઇન ટિકિટોનું વેચાણ શરૂ થઈ ગયું છે.
ગુજરાત ટાઇટન્સ દ્વારા તાજેતરમાં અમદાવાદમાં એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સમાં ટીમના ચીફ ઓપરેટિંગ ઓફિસર અરવિંદર સિંહ, હેડ કોચ આશીષ નેહરા, આસિસ્ટન્ટ કોચ પાર્થિવ પટેલ, ક્રિકેટ ડિરેક્ટર વિક્રમ સોલંકી અને કેપ્ટન શુભમન ગિલે ટીમની તૈયારીઓ વિશે માહિતી આપી હતી.
ચાહકો માટે ખાસ સરપ્રાઈઝ
ગુજરાત ટાઇટન્સે આ વખતે પોતાના ચાહકો માટે એક ખાસ સરપ્રાઈઝ લઈને આવ્યું છે. ટીમે વિશ્વ વિખ્યાત કાર્ટૂન સિરીઝ પોકેમોન સાથે ભાગીદારી કરી છે. આ ભાગીદારીના ભાગરૂપે અમદાવાદમાં યોજાનાર ગુજરાત ટાઇટન્સના ફેનપાર્કમાં પોકેમોન પણ જોવા મળશે. આ ક્રિકેટ અને કાર્ટૂનના ચાહકો માટે એક અનોખો અનુભવ હશે.
ઓફલાઇન ટિકિટો ક્યાંથી મળશે?
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડીયમની બોક્સ ઓફિસ (ગેટ નંબર 1) પરથી 15 માર્ચથી સવારે 11 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ટિકિટો ખરીદી શકાશે. જોકે, મેચના દિવસે સ્ટેડીયમની બોક્સ ઓફિસ કાર્યરત રહેશે નહીં. આ ઉપરાંત શહેરના અન્ય વિસ્તારો જેવા કે પ્રહલાદનગર, સી.જી. રોડ, બોડકદેવ અને મણિનગરમાં પણ સવારે 11 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી ટિકિટો ઉપલબ્ધ રહેશે. નારણપુરા, એસજી હાઈવે અને નરોડામાં પણ ટિકિટો મળશે.
ગાંધીનગરમાં એક્વિટાસ બેંકની ધમેડા બ્રાન્ચ પર 17 માર્ચથી સવારે 11 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી અને પાટનગર કેફેમાં 15 માર્ચથી બપોરે 12 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી ટિકિટો મળશે.
વડોદરામાં ડગાઉટ કેફે (ફતેગંજ) ખાતે 17 માર્ચથી અને એક્વિટાસ બેંકની માંજલપુર અને પાદરા બ્રાન્ચ પર સવારે 11 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી ટિકિટો ઉપલબ્ધ રહેશે.
રાજકોટમાં હોટ એન્ડ ક્રસ્ટી કેફે (નાના મવા) અને કોફી કિંગ (અદાજણ ગામ) ખાતે 17 માર્ચથી સવારે 11 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ટિકિટો મળશે. આ સાથે જ એક્વિટાસ બેંકની કુબેરિયા રોડ બ્રાન્ચ પર પણ સવારે 11 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી ટિકિટો ઉપલબ્ધ રહેશે.
પ્રથમ મેચ ક્યારે ?
ગુજરાત ટાઇટન્સની ટીમ પોતાની પ્રથમ મેચ 25 માર્ચે પંજાબ કિંગ્સ સામે રમશે.
ટીમની સંભવિત ખેલાડીઓ:
શુભમન ગિલ, જોસ બટલર, સાઈ સુદર્શન, ગ્લેન ફિલિપ્સ, વોશિંગ્ટન સુંદર, રાહુલ તેવટિયા, શાહરૂખ ખાન, રાશિદ ખાન, સાઈ કિશોર, કાગીસો રબાડા, મોહમ્મદ સિરાજ (ઇમ્પેક્ટ પ્લેયર – પ્રસિધ કૃષ્ણ)
આ પણ વાંચો:અમદાવાદના અમરાઈવાડીમાં અપશબ્દો બોલવાનું ન કહેતા અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક
આ પણ વાંચો:અમદાવાદનાં સુભાષબ્રિજમાં અસામાજિક તત્વોનો આતંક, હોટેલ માલિક ગંભીર ઘાયલ
આ પણ વાંચો:અમદાવાદના સરખેજમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ : રૂ. 13.79 લાખનો મુદ્દામાલ કબજે
