Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gandhinagar News/ એકાઉન્ટ ફ્રીઝ થતાં પરિસ્થિતિ ગંભીર થઈઃ GIFT Cityના કૌભાંડી ઉત્પલ પટેલનો દાવો

ગાંધીનગરમાં આવેલા Gift Cityમાં શૂટ સ્પેસ પ્રાઇવેટ લિમિટેડ (Shoot Space Private LTD)ના નામે કરોડો રૂપિયા ઉઘરાવીને ફુલેકુ ફેરવનારા કંપનીના ડિરેક્ટર ઉત્પલ પટેલ (Utpal Patel)નો ઓડિયો મેસેજ સામે આવ્યો છે. તેણે જણાવ્યું છે કે મારું એકાઉન્ટ ફ્રીઝ (Account Freeze) થવાના કારણે આ સ્થિતિ સર્જાઈ છે.

May 7, 2026jani
Top Stories Gandhinagar Gujarat Breaking News

Gandhinagar News: ગાંધીનગરમાં આવેલા Gift Cityમાં શૂટ સ્પેસ પ્રાઇવેટ લિમિટેડ (Shoot Space Private LTD)ના નામે કરોડો રૂપિયા ઉઘરાવીને ફુલેકુ ફેરવનારા કંપનીના ડિરેક્ટર ઉત્પલ પટેલ (Utpal Patel)નો ઓડિયો મેસેજ સામે આવ્યો છે. તેણે જણાવ્યું છે કે મારું એકાઉન્ટ ફ્રીઝ (Account Freeze) થવાના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. તેની સાથે તેણે જણાવ્યું હતું કે રૂપિયા ચૂકવવા ટાઇમ જોઈશે, જો જોઈમ નહીં મળે તો કંઇ થઈ શકશે નહી. તેનું કહેવું હતુ  તેની સામે આગામી દિવસોમાં 30થી 40 એફઆઇઆર થઈ શકે છે, પરંતુ તેણે સ્પષ્ટ કર્યુ હતું કે હું અંદર રહું કે બહાર બધાના રૂપિયા ચૂકવી દઇશ, પરંતુ તેના માટે સમય જોઈશે, હું જેલમાં જઇશ તો વધારે સમય જશે, બહાર હોઈશ તો ઝડપથી પૂરુ થશે. તેણે જણાવ્યું હતું કે બધુ જ તમારા હાથમાં છે તમને યોગ્ય લાગે તે કરી શકો છો.

GIFT Cityના કૌભાંડી (Scammer) સામે લોકોનો આક્રોશ

જ્યારે રોકાણકારનું કહેવું છે કે કાયદો કૌભાંડીને ક્યારેય નહી છોડે, જેલમાં જશે કે બહાર આવશે પબ્લિક નહી છોડે. આમ રોકાણકાર અને માલિક બંનેના ઓડિયો મેસેજ આવ્યા છે.  જો કે મંતવ્ય ન્યુઝ બંનેમાંથી એકેયના ઓડિયો મેસેજની પુષ્ટિ કરતું નથી. આમ છતાં કૌભાંડી ઉત્પલ પટેલના ઓડિયો મેસેજના કારણે ઘણા લોકોએ રૃપિયા પરત કેવી રીતે મેળવવા તે દિશામાં વિચારવાનું શરૂ કરી દીધુ છે. ઘણા વિચારમાં પડી ગયા છે કે કૌભાંડીની વાત પર વિશ્વાસ કરવો કે પોતાના રૂપિયા પરત મેળવવા માટે યોગ્ય ન્યાયિક પ્રક્રિયાનું પાલન કર્યુ.

GIFT Cityના કૌભાંડી (Scammer) ઉત્પલ પટેલનો નવો દાવ
GIFT Cityના કૌભાંડી (Scammer) ઉત્પલ પટેલનો નવો દાવ

ઉલ્લેખનીય છે કે  ગુજરાતમાં ગિફ્ટ સિટી (Gift City)ની આડમાં કરોડો રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ થતાં ચકચાર મચી ગઈ છે. આ કૌભાંડમાં શૂટ સ્પેસ ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીએ ટેરાબાઇટ ડેટા સ્પેસમાં રોકાણ કરવાની લાલચ અને ઊંચા વળતરનું વચન આપીને રોકાણકારો (Investors) ને કરોડો રૂપિયામાં નવડાવ્યા છે.

રોકાણકારોનો હોબાળો

આના પગલે ગિફ્ટ સિટીમાં કંપનીની ઓફિસની બહાર રોકાણકારોએ હોબાળો મચાવતા ન્યાયની માંગણી સાથે ઉહાપોહ કર્યો હતો. તેના કારણે અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી. આ બનાવના પગલે ડભોડા પોલીસ (Dabhoda Police) તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી અને પીડિતો પાસેથી ફરિયાદો નોંધાવવાની પ્રક્રિયા ઝડપી બનાવી છે અને કંપનીના મેનેજરોની શોધખોળ શરૂ કરી છે.

પ્રારંભિક અંદાજ મુજબ, આ કૌભાંડની રકમ નોંધપાત્ર છે. એવી આશંકા છે કે આ યોજના દ્વારા 33,000 થી વધુ ગ્રાહકો છેતરાયા છે, અને કૌભાંડની રકમ 400 કરોડ રૂપિયાથી વધુ હોઈ શકે છે. કેટલાક રોકાણકારોએ ₹5 લાખથી ₹3 કરોડ સુધીના નુકસાનની ફરિયાદ કરી છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, મોટી પોલીસ ફોર્સ તાત્કાલિક GIFT સિટી દોડી ગઈ હતી.

હરિયાણામાંથી પણ કરાયું હતું રોકાણ

ડભોડા પોલીસ સ્ટેશનના પીઆઈ અનિલ ચૌહાણે જણાવ્યું હતું કે રોકાણકારોએ આરોપ લગાવ્યો છે કે તેમને તેમના પૈસા (વળતર) મળ્યા નથી. તેમણે આ મામલે અરજી દાખલ કરી છે, અને તપાસ શરૂ કરવામાં આવી છે. તેમને ટેરાબાઇટ ડેટા સ્પેસ ખરીદવા માટે રોકાણ કરવાની લાલચ આપવામાં આવી હતી.

આ કંપનીએ રોકાણકારોને એક આકર્ષક યોજના ઓફર કરી હતી જેમાં ટેરાબાઇટ ડેટા સ્પેસ ખરીદવામાં રોકાણ કરવા પર 5 ટકા માસિક વળતર (વળતર)નું વચન આપવામાં આવ્યું હતું. શરૂઆતના તબક્કામાં, કંપનીએ સમયસર ચુકવણી કરીને રોકાણકારોનો વિશ્વાસ જીત્યો હતો. હરિયાણા અને ગોવા સહિત અનેક રાજ્યોના રોકાણકારોએ રોકાણ કર્યું હતું.

ગુજરાત, તેમજ હરિયાણા અને ગોવા જેવા અન્ય રાજ્યોના લોકોએ આંખો મીચીને કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હતું. ઘણા મધ્યમ વર્ગના પરિવારોએ આરોપ લગાવ્યો છે કે તેઓએ તેમની જીવન બચત, સોનાના દાગીના વેચીને અથવા બેંક લોન લઈને આ કંપનીમાં રોકાણ કર્યું છે. “ભૂમિ પૂજન” (ભૂમિપૂજન સમારોહ) જેવા મોટા પાયે જાહેર કાર્યક્રમોનું આયોજન એક વ્યાવસાયિક કોર્પોરેટ જૂથની છબી રજૂ કરવા માટે કરવામાં આવ્યું હતું.

કંપનીએ પોતાને એક વ્યાવસાયિક કોર્પોરેટ જૂથ તરીકે રજૂ કરવા અને તેની છબી બનાવવા માટે “ભૂમિ પૂજન” (ભૂમિપૂજન સમારોહ) જેવા મોટા પાયે જાહેર કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. GIFT સિટી જેવા સુરક્ષિત સ્થળે વૈભવી ઓફિસ હોવાથી, રોકાણકારોને વિશ્વાસ હતો કે તેમના રોકાણ સંપૂર્ણપણે સલામત છે. જોકે, છેલ્લા બે મહિનાથી વળતર આવવાનું બંધ થઈ ગયું હોવાથી અને જવાબદાર કંપની અધિકારીઓનો સંપર્ક તૂટી ગયો હોવાથી, રોકાણકારો સંપૂર્ણપણે પરેશાન છે, અને કોઈ જવાબદાર વ્યક્તિ કંપનીની ઓફિસમાં હાજર નથી. આના કારણે રોકાણકારોમાં વ્યાપક રોષ ફેલાયો છે.


આ પણ વાંચો : નગરપાલિકાની બોગસ રસીદો બનાવી છેતરપિંડી, MGVCL અને પાલિકાની તપાસમાં 5 પાવતીઓ નકલી નીકળી

આ પણ વાંચો : અમદાવાદમાં થાઈલેન્ડ ટૂરના નામે લાખોની છેતરપિંડી, સેટેલાઇટની ‘કે.સી. હોલિડેઝ’ના માલિકો ફરાર

આ પણ વાંચો : સુરતમાં ONGC નોકરીના નામે 32 લાખની મોટી છેતરપિંડી

Post navigation

બંગાળના CM માટે ભાજપને સુવેન્દુને અવગણવું મુશ્કેલ
ઓસ્ટ્રેલિયામાં ઉતરેલા વિમાનમાંથી નીકળ્યા ISIS સાથે જોડાયેલા મહિલા અને બાળકો, સીરિયા-ઈરાક નેટવર્કનો ખુલાસો

More Posts

Madhya Pradesh News/ ‘PM મોદીએ ટ્રમ્પના ઇશારે શરણાગતિ સ્વીકારી… કોંગ્રેસ ક્યારેય આવું ના કરેત’, પાકિસ્તાન સાથે યુદ્ધવિરામ પર રાહુલ ગાંધીનો કટાક્ષ

June 3, 2025Panara Mansi

જામનગર/ વાસ્મોના કર્મીઓનો વિરોધ કાળી પટ્ટી ધારણ કરી દર્શાવ્યો વિરોધ સમાન કામ સમાન વેતનની માંગ લઈ વિરોધ અગાઉ પણ અનેક વખત કરી હતી રજૂઆત તારીખ 12થી કર્મીઓ જશે માસ CL પર

September 7, 2022Maya Sindhav

Chennai BMW Hit and Run Case/ પત્ની સાથે ઝઘડો, દારૂ પીધો અને…, 8 મહિના પહેલા થયા લગ્ન, ચોંકાવનારા ખુલાસા

June 19, 2024June 19, 2024Mansi Panara
ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (Gujarat ATS)એ રાજ્યમાં સક્રિય હોવાનો આરોપ ધરાવતા એક આતંકી મોડ્યુલ સામે વધુ કાર્યવાહી કરતાં પાંચ શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરી છે

Ahmedabad News/ ગુજરાત ATSનો મોટો ખુલાસો: આતંકીઓએ 3 વર્ષમાં 8 બ્લાસ્ટ ટ્રાયલ કર્યાનો આરોપ

July 17, 2026July 17, 2026Nikunj Patel

saudi arabia/ ઈસ્લામિક દેશ સાઉદી અરેબિયામાં રચાયો ઈતિહાસ, પહેલીવાર કોઈ ભારતીય બિન-મુસ્લિમ નેતા મદીના મસ્જિદ પહોંચ્યા

January 9, 2024Maya Sindhav
1

7th pay commission/ મોંઘવારી ભથ્થામાં 4 ટકા વધારા સાથેનું વેતન જાન્યુઆરીમાં મળશે

January 18, 2021Bhavini vasani

Not Set/ લીંબડી શહેરના  મિલ ક્વાર્ટરમાં ગટરનું કામ નહીં કરાતા રહીશોમાં રોષ, મહિલાઓએ પ્રમુખના નામના છાજીયા લીધા

September 22, 2020Hemakshi Vyas

Not Set/ LOC પર ભારત અને પાકિસ્તાનના સૈનિકોએ એકબીજાને મીઠાઇ આપી

August 14, 2021mustak malik

Ahmedabad/ 16 વર્ષથી વધુ વયનાં ટ્યુશન ક્લાસીસ શરુ કરવા ગુજરાત હાઇકોર્ટનો ઇન્કાર

January 23, 2021January 23, 2021hardik shah

National/ ખરાબ ફસાયા સંત કાલીચરણ, રાયપુરમાં નોંધાઈ FIR, ધર્મસંસદમાં બાપુ વિષે બોલ્યા હતા અપશબ્દો

December 27, 2021December 27, 2021padma prajay
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy