Crime/ ધોર કળિયુગ, પુત્રએ માતાનાં વાળ પકડી જમીન પર પછાડી લાફા માર્યા, માતાનો વાંક બસ એટલો જ કે…

ધોર કળિયુગ, પુત્રએ માતાનાં વાળ પકડી જમીન પર પછાડી લાફા માર્યા, માતાનો વાંક બસ એટલો જ કે…

Ahmedabad Gujarat
  • હવે તો તને છોડીશ નહી.. જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી..મહિલાએ પોલીસમાં નોંધાવી ફરિયાદ

@ભાવેશ રાજપૂત, અમદાવાદ

અમદાવાદનાં શાહિબાગમાં 40 વર્ષીય જાનકીબેન ગુપ્તા પોતાના ત્રણ સંતાનો સાથે રહે છે અગાઉનાં પતિ 15 વર્ષ પહેલા મુકી જતા રહેતા મહિલાએ બીજા લગ્ન કર્યા હતા. ઉત્તરાયણનાં દિવસે મહિલા ઘરમાં જમવાનું બનાવતા હતા. તે સમયે મોટો દિકરો દિપક ગુપ્તા જે કોઈ કામ ધંધો કરતો ન હોવાથી જાનકીબેને કામ ધંધો કરવાનું કહ્યુ હતુ. તેની અદાવત રાખીને માતાને ગાળો બોલવા લાગ્યો હતો.  મહિલાએ પુત્રને ગાળો બોલવાની ના પાડતા દિપક વધુ ઉશ્કેરાયો હતો. અને માતાનાં માથાનાં વાળ પકડીને જમીન પર નીચે પાડી ગાલે બે-ત્રણ લાફા માર્યા હતા. મહિલાનાં પતિ વચ્ચે છોડાવવા પડતા દિપકે તેમની સાથે પણ મારામારી કરી હતી. જેથી આસપાસનાં પાડોશીઓ આવી જતા મહિલા અને તેનાં પતિને પુત્રની મારથી છોડાવ્યો હતો.

દિપકે માતાને “હવે તો તને છોડીશ નહી, તને હુ જાનથી મારી નાખીશ”  તેવી ધમકીઓ આપતા મહિલાએ શાહિબાગ પોલીસ સ્ટેશનમાં પુત્ર વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…