West Bengal News/ બંગાળના CM માટે ભાજપને સુવેન્દુને અવગણવું મુશ્કેલ

બંગાળમાં મુખ્યમંત્રી (Bengal Cm) પદ માટે અનેક નામો ચર્ચામાં છે

India
ભાજપમાં હવે સૌથી મોટી ચર્ચા બંગાળના નવા મુખ્યમંત્રી (Bengal Cm)ના નામને લઈને શરૂ થઈ ગઈ છે

West Bengal News : પશ્ચિમ બંગાળમાં પહેલીવાર સરકાર બનાવવા જઈ રહેલી ભાજપમાં હવે સૌથી મોટી ચર્ચા બંગાળના નવા મુખ્યમંત્રી (Bengal Cm)ના નામને લઈને શરૂ થઈ ગઈ છે. વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત બાદ પાર્ટી હાઈકમાન્ડ માટે સૌથી મોટો પ્રશ્ન એ છે કે રાજ્યની કમાન કોને સોંપવી. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah ગુરુવારે કોલકાતા પહોંચે તેવી શક્યતા છે, જ્યારે શુક્રવારે ભાજપ વિધાનસભા પક્ષની બેઠકમાં નવા નેતાની પસંદગી થઈ શકે છે. જોકે, આ રાજકીય ચર્ચાઓ વચ્ચે સુવેન્દુ અધિકારીના અંગત સહાયક ચંદ્રનાથ રથ પર થયેલા ગોળીબારની ઘટનાએ બંગાળનું રાજકારણ વધુ ગરમાવી દીધું છે.

બંગાળમાં મુખ્યમંત્રી (Bengal Cm) પદ માટે અનેક નામો ચર્ચામાં છે. મહિલા ચહેરા તરીકે અગ્નિમિત્રા પોલ અને Roopa Ganguly ના નામ આગળ આવી રહ્યા છે. સંગઠનના મજબૂત નેતા તરીકે પ્રદેશ પ્રમુખ શમિક ભટ્ટાચાર્ય અને ભૂતપૂર્વ પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષ પણ રેસમાં હોવાનું કહેવાય છે. છતાં, પાર્ટી કાર્યકરો અને રાજકીય વર્તુળોમાં સૌથી વધુ ચર્ચાતું નામ સુવેન્દુ અધિકારીનું જ છે.

રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે બંગાળમાં ભાજપની ઐતિહાસિક જીત પાછળ સૌથી મોટો ફેક્ટર સુવેન્દુ અધિકારી રહ્યા છે. 2021ની નંદીગ્રામ બેઠકમાં Mamata Banerjee ને હરાવ્યા બાદ તેમણે 2026માં ભવાનીપુરમાં પણ ટીએમસી સુપ્રીમોને પરાજિત કરીને પોતાની રાજકીય પકડ વધુ મજબૂત બનાવી છે. ટીએમસીમાં લાંબા સમય સુધી રણનીતિકાર તરીકે કામ કર્યા બાદ ભાજપમાં જોડાયેલા સુવેન્દુ (Suvendu)એ બંગાળની જમીનસ્તરની રાજનીતિને નજીકથી સમજી છે અને ભાજપને આક્રમક જનઆધાર આપ્યો છે.

ભાજપના સામાન્ય કાર્યકરોમાં પણ સુવેન્દુ અધિકારીને મુખ્યમંત્રી બનાવવા માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજકીય જાણકારો માને છે કે જો ભાજપ હાઈકમાન્ડ સુવેન્દુને અવગણીને અન્ય કોઈ નેતાને મુખ્યમંત્રી બનાવે છે, તો તેનાથી કાર્યકરોમાં અસંતોષ ફેલાઈ શકે છે. ટીએમસી સામે રસ્તા પર રહીને લડનાર નેતા તરીકે સુવેન્દુએ પોતાની અલગ ઓળખ ઉભી કરી છે. ઉપરાંત, તેઓ અગાઉ મમતા સરકારમાં મંત્રી રહી ચૂક્યા હોવાથી તેમને પ્રશાસન અને શાસનનો પણ સારો અનુભવ છે.

જોકે ભાજપનો ઇતિહાસ ચોંકાવનારા નિર્ણયો લેવા માટે જાણીતો રહ્યો છે. તેથી અંતિમ ક્ષણે કોઈ વાઇલ્ડકાર્ડ એન્ટ્રી થાય તેવી સંભાવનાઓને પણ નકારી શકાય નહીં. છતાં, હાલની પરિસ્થિતિમાં સુવેન્દુ (Suvendu) અધિકારી જેટલું લોકપ્રિય અને પ્રભાવશાળી વિકલ્પ ભાજપ પાસે દેખાતું નથી


.આ પણ વાંચો : ભાજપે સીએમ મમતા બેનર્જીને ગણાવ્યા આદિવાસી વિરોધી, પશ્ચિમ બંગાળમાં લગાવ્યા પોસ્ટરો

.આ પણ વાંચો : પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી શરદ પવારને મળ્યા, રાષ્ટ્રપતિની ચૂંટણી અંગે ચર્ચા કરી

.આ પણ વાંચો : બંગાળના પૂર્વ સીએમ બુદ્વદેવ ભટ્ટાચારીએ પદ્મ ભૂષણ સ્વીકારવાનો કર્યો ઇનકાર