ખુલાસો/ બંગાળમાં પીએમ-સીએમની બેઠક ન હતી ,માત્ર શિષ્ટ્રાચારના લીધે વડાપ્રધાનને મળવા ગઇ : મમતા બેનર્જી

મમતા બેનર્જીનો ખુલાસો

India

બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ શુક્રવારના દિવસે પીએમની બેઠકમાં હાજર ના રહેવા અંગે તેમણે સફાઇ આપી હતી.તેમણે કહ્યું હતું કે આ બેઠક પીએમ અને સીએમની ન હતી. વડાપ્રધાન બંગાળ આવ્યા હતા તેના લીધે તેમને મળવા ગયા હતા.

મમતા બેનર્જીએ શુક્રવારે બંગાળ પ્રવાસ દરમિયાન યાસ તોફાનને કારણે થયેલા નુકસાનની સમીક્ષા કરવા બોલાવાયેલી બેઠક મામલે  સ્પષ્ટતા કરી હતી. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ કહ્યું કે ખરેખર આ બેઠક પીએમ-સીએમની નહોતી. તેઓ બંગાળ આવ્યા, તેથી પીએમ મોદીને શિષ્ટ્રાચારના લીધે  તેમને મળવા ગયા હતા. મુખ્યમંત્રીએ સવાલ ઉઠાવ્યો કે આ બેઠકમાં વિપક્ષી નેતા સુવેન્દુ અધિકારાનું શું કામ હતું? આ બેઠકમાં કોઈ કેન્દ્રીય મંત્રી હોવાનો મને વાંધો નથી.પરતું પીએમની સુરક્ષામાં રોકાયેલા એસપીજીએ મને એક કલાક રોકાવાનું કહ્યું હતું.

બંગાળના મુખ્યમંત્રીએ કહ્યું કે હું વડા પ્રધાનને વિનંતી કરું છું કે રાજ્યના મુખ્ય સચિવના દિલ્હી ટ્રાન્સફરના ડીઓપીટીના આદેશને પાછો પરત ખેંચીને  અમને કામ કરવા દો. કેટલાક શિષ્ટાચાર હોવા જોઈએ. કેન્દ્ર રાજ્યને કાર્ય કરવા દેતું નથી. બંગાળ મારી પ્રાથમિકતા છે અને હું તેને કદી જોખમમાં મૂકીશ નહીં. હું અહીંના લોકો માટે સુરક્ષા રક્ષક બનીશ. તમને જણાવી દઈએ કે, શુક્રવારે બંગાળમાં વડા પ્રધાનની બેઠકમાં થયેલી હંગામો પછી, કેન્દ્ર સરકારે મુખ્ય સચિવ અલ્પન બંદોપાધ્યાયને કેન્દ્રીય કર્મચારી મંત્રાલય સાથે જોડાવાનો આદેશ આપ્યો છે.

તેમણે વધુમાં કહ્યું કે પીએમઓએ મારું અપમાન કર્યું છે. મારી છબીને ધૂમિલ કરવા માટે ટ્વીટ કર્યું. તોફાન સમીક્ષા બેઠકમાં ભાજપના નેતાઓ અને રાજ્યપાલને કેમ બોલાવાયા? મમતા બેનર્જીએ છેલ્લા બે વર્ષમાં સંસદમાં વિપક્ષી નેતાઓની જરૂર કેમ નથી તેવું પૂછતાં કેન્દ્ર સરકાર પર ફફડાટ ફેલાયો છે. ગુજરાતમાં વિપક્ષી નેતાઓને (સભાઓમાં) આમંત્રણ કેમ અપાયું ન હતું? મેં (સીએમ) શપથ લીધા પછી રાજ્યપાલે કાયદો અને વ્યવસ્થાની વાત કરી અને કેન્દ્રીય ટીમો મોકલવામાં આવે છે.