Entertainment News/ વિનોદ ખન્નાના લાડલા પુત્રે મચાવ્યો ખળભળાટ!…બાથરુમમાં નહાતી વખતે 15 મિનિટનું લાઇવ સ્ટ્રીમિંગ…

વિનોદ ખન્નાના બીજા પુત્ર રાહુલ ખન્ના (Rahul Khanna)એ તો એની ‘શાવર’ હરકતથી સમગ્ર ઇન્ડસ્ટ્રી અને સોશિયલ મીડિયામાં ખળભળાટ મચાવી દીધો છે!

Trending Entertainment
Rahul Khanna , શાવર ,લાઇવ સ્ટ્રીમ, અક્ષય ખન્ના, વિનોદ ખન્ના

Entertainment News: અક્ષય ખન્ના છેલ્લા કેટલાક સમયથી પોતાના શાનદાર કામથી ધમાલ મચાવી રહ્યો છે અને એના ભાઇ રાહુલ ખન્ના (Rahul Khanna)એ તો એની હરકતથી સમગ્ર ઇન્ડસ્ટ્રી અને સોશિયલ મીડિયામાં ખળભળાટ મચાવી દીધો છે!

બોલીવુડના એલિજિબલ બેચલર ભાઇઓ

બોલીવુડના દિગ્ગજ અને દિવંગત અભિનેતા વિનોદ ખન્ના (Vinod Khanna)નો પરિવાર લાઇમલાઇટથી અળગો જ રહે છે. ગ્લૅમરની દુનિયાનો ભાગ હોવા છતાં એ સુર્ખીઓથી દૂર જ રહેવાનું પસંદ કરે છે. પણ એમાં હવે વિનોદ ખન્નાના બંને પુત્રો હાલ સુર્ખીઓમાં છે! અક્ષય ખન્ના (Akshaye Khanna) પોતાના શાનદાર કામથી ધમાલ મચાવી રહ્યો છે અને બીજા પુત્ર રાહુલ ખન્નાએ તો એની હરકતથી સમગ્ર ઇન્ડસ્ટ્રી અને સોશિયલ મીડિયામાં ખળભળાટ મચાવી દીધો છે! આ બંને ભાઇઓએ હજુ સુધી લગ્ન કર્યા નથી અને બોલીવુડના એલિજિબલ બેચલર (Eligible Bachelors of Bollywood)માં એમની ગણતરી થાય છે.

Rahul Khanna , શાવર ,લાઇવ સ્ટ્રીમ, અક્ષય ખન્ના, વિનોદ ખન્ના

રાહુલ ખન્ના તો એક્ટર પણ છે અને મોડલ પણ…એણે તો પોતાની ફિટનેસથી લોકોને દીવાના બનાવ્યા છે. પોતાના ક્લાસી લુક માટે ઓળખાતા આ એક્ટરે તાજેતરમાં જ કંઇક એવું કર્યુ છે કે જેની કલ્પના સુદ્ધાં એના ફેન્સ કરી શકે નહિં! એણે તો સીધા બાથરુમમાંથી લાઇવ દેખાઇને બધાના હોશ ઉડાવી દીધા છે!

બાથરુમથી રાહુલ ખન્ના (Rahul Khanna) 15 મિનિટ લાઇવ રહ્યો

રાહુલ ખન્નાએ તાજેતરમાં જ યૂ ટ્યૂબ પર પોતાની ‘Art of Taking Shower’ નામની ચેનલ શરુ કરી છે. આ નવા સફરની શરુઆત એણે કોઇ સામાન્ય વીડિયોથી નહિં પરંતુ એક લાઇવ સ્ટ્રીમ (Live Stream) દ્વારા કરી…જેમાં શીર્ષક હતું, ‘રાહુલ ખન્ના શાવર રિચ્યુઅલ..!’

લગભગ 15 મિનિટના આ લાઇવ સેશનમાં રાહુલે પોતાનો બાથરોબ હટાવીને શાવર (Shower) લેવાથી માંડીને શેવિંગ કરવા સુધીનું ડેઇલી રુટિન દુનિયા સમક્ષ પ્રસ્તુત કર્યુ હતું! કેવળ 24 કલાકની અંદર જ એના આ નવા ચેનલ પર આવેલા આ વીડિયોએ બધે જ હલચલ મચાવી દીધી છે. આ વીડિયોમાં 4,000 થી પણ વધારે લોકોએ જોયો છે જ્યારે એના ચેનલ પર કેવળ 104 ફૉલોઅર્સ જ છે! એણે પોતાની આ લાઇવ લિંકને ઇન્સ્ટાગ્રામ સ્ટોરી (Instagram Story)માં પણ એક છોટી ઝલક સાથે શૅર કરી છે.

Rahul Khanna , શાવર ,લાઇવ સ્ટ્રીમ, અક્ષય ખન્ના, વિનોદ ખન્ના

ફેન્સના રિએક્શન

રાહુલના આ બેબાક અંદાજને કારણે ઇન્ટરનેટ પર ચર્ચાઓ શરુ થઇ ગઇ છે. ઘણા લોકો એની આ નિખાલસતાને જોઇને હેરાન છે જ્યારે એના ફેન્સ એની ફિટનેસ અને લુક્સના વખાણ કરતા થાકતા નથી! સોશિયલ મીડિયા પર ફેન્સની કોમેન્ટ્સની ભરમાર ચાલી છે અને એક યુઝરે લખ્યું છે કે, “રાહુલની આ હૉટનેસ આગળ તો બૉલીવુડના મોટા-મોટા સ્ટાર્સ પણ ફિકા પડે છે!”

અન્ય યુઝરે લખ્યું છે કે, “રાહુલમાં પોતાના દિવંગત પિતા વિનોદ ખન્નાના શઆનદાર જીન્સ મોજૂદ છે.”

એક વ્યક્તિએ તો ત્યાં સુધી કહ્યું કે, “આ ક્લાસી માણસની હૉટનેસ પરથી નજર હટાવવી મુશ્કેલ છે!”

ઘણા લોકોએ કહ્યું કે, એની આ અતરંગી હરકત એની રણનીતિનો એક ભાગ છે!

Rahul Khanna , શાવર ,લાઇવ સ્ટ્રીમ, અક્ષય ખન્ના, વિનોદ ખન્ના

કેવું રહેલું છે રાહુલનું કેરિયર?

આ અભિનેતા કમ મોડલે (Actor cum Model) પોતાની આગવી ઓળખ બનાવી છે. એણે વર્ષ 1994 માં ‘એમટીવી એશિયા’ પર વીજે (Video Jockey) તરીકે કેરિયર શરુ કરી હતી, જ્યાં એના ક્લાસી લુક અને બોલવાના અંદાજ પરથી એ ઘણો જ લોકપ્રિય બન્યો હતો. ફિલ્મોની વાત કરીએ તો એણે દીપા મહેતાની ‘1947 અર્થ’ (1998) દ્વારા બોલીવુડમાં પ્રથમ પગરણ માંડ્યા હતા જેના માટે એને ફિલ્મફેરનો સર્વશ્રેષ્ઠ ડેબ્યૂ એવોર્ડ (Film fare Debut Award) પણ પ્રાપ્ત થયો હતો.

આ પછી એણે ‘એલાન’, ‘રકીબ’, ‘દિલ કબડ્ડી’ જેવી ફિલ્મોમાં અભિનયના અજવાળા પાથર્યા હતાય જો કે, એને વ્યાવસાયિક મસાલા ફિલ્મોના સ્થાને ગંભીર વિષયવસ્તુ ધરાવતા અને કળાત્મક સિનેમામાં વધુ ઓળખ મળી. રણબીર કપૂર (Ranbir Kapoor) સાથે ‘વેક અપ સિડ’ માં એની નાનકડી પ્રભાવક ભૂમિકાને આજે પણ યાદ કરવામાં આવે છે.

હોલીવુડ (Hollywood)માં અને આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્સ જેવા કે, ‘ધ એમ્પરર્સ ક્લબ’ અને અમેરિકન ટીવી શો ‘ધ અમેરિકન્સ’ માં પણ પોતાની પ્રતિભા દેખાડી હતી. હાલમાં આ અભિનેતા એક સ્ટાઇલ આઇકન અને મૉડેલના રુપે સક્રિય છે.


આ પણ વાંચો: અક્ષય ખન્નાની એક્ઝિટ બાદ ‘દ્રશ્યમ 3’ માં અજય દેવગન સાથે કામ કરી ચૂકેલા અભિનેતાની એન્ટ્રી..!

આ પણ વાંચો: હવે રણવીર સિંહ નહીં બને શક્તિમાન, અભિનેતા પર ગુસ્સે થયા મુકેશ ખન્ના, કહ્યું- શક્તિમાનના સન્માન સાથે ખેલ નહીં થવા દઈશ

આ પણ વાંચો: રણવીર સિંહની ‘ધુરંધર’ ફિલ્મના સેટ પર ફૂડ પોઈઝનિંગ, 100થી વધુ લોકો હોસ્પિટલમાં ભરતી કરાયા