National News/ ભગવાન બુદ્ધની પ્રતિમા અને નમોહ 108 કમળ; વિયેતનામના રાષ્ટ્રપતિને પીએમ મોદીએ શું શું ગિફ્ટ આપી?

PM Modi એ વિયેતનામના રાષ્ટ્રપતિ તો લામને ભારતની મુલાકાત દરમિયાન ભગવાન બુદ્ધની પ્રતિમા, વારાણસીનું રેશમ અને બિહારની પ્રખ્યાત વાનગીઓ જેવી અનેક ખાસ ભેટો આપી છે. જાણો આ ખાસ ઉપહારો વિશેની તમામ વિગતો.

NATIONAL Top Stories India
PM Modi

PM Modi Gifts to Vietnam President: વિયેતનામના રાષ્ટ્રપતિ તો લામ (To Lam) હાલમાં જ ભારતની ત્રણ દિવસીય (5 થી 7 મે) મુલાકાતે આવ્યા હતા. તેમની આ મુલાકાત દરમિયાન ભારત અને વિયેતનામ વચ્ચેના સંબંધોમાં એક નવી ઊંચાઈ જોવા મળી હતી. જ્યારે રાષ્ટ્રપતિ તો લામ ભારતથી વિદાય લઈ રહ્યા હતા, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ભારતની સંસ્કૃતિ અને પરંપરાની ઝલક આપતા અનેક ખાસ ઉપહારો ભેટમાં આપ્યા હતા.

PM Modi

ભારતની વિરાસત અને સ્વાદનો અનોખો સંગમ

પીએમ મોદીએ વિયેતનામના રાષ્ટ્રપતિને આપેલી ભેટમાં ભારતની વિવિધતા જોવા મળી હતી:

લખનઉની નેશનલ બોટનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિકસિત આ કમળની એક વિશેષ પ્રજાતિ છે. તે ભારતની પ્રાચીન વિરાસત અને આધુનિક બાયો-ટેકનોલોજીના સમન્વયનું પ્રતીક માનવામાં આવે છે.

ઉત્તર પ્રદેશના મુરાદાબાદના કારીગરો દ્વારા તૈયાર કરાયેલી આ પ્રતિમામાં ભગવાન બુદ્ધ ધ્યાન મુદ્રામાં છે. વિયેતનામ સાથેના સાંસ્કૃતિક જોડાણને જોતા આ ભેટ અત્યંત મહત્વની છે.

PM Modi

વારાણસીના પ્રખ્યાત રેશમ પર ફૂલો અને વેલની સુંદર ડિઝાઈનવાળું જેકાર્ડ વણાટકામ ધરાવતું કાપડ પણ ભેટમાં આપવામાં આવ્યું હતું.

વિયેતનામના રાષ્ટ્રપતિને બિહારના પ્રખ્યાત સિલાવ ખાજા, ગયાના અનરસા, મિથિલાના મખાના અને હાજીપુરના માલભોગ કેળાની ભેટ આપવામાં આવી હતી.

રત્નાગીરીની વિશ્વવિખ્યાત હાફુસ (અલ્ફાન્સો) કેરી અને સ્વાસ્થ્યપ્રદ મિલેટ બાર પણ આ ભેટનો હિસ્સો હતા. મિલેટ બારને મહારાષ્ટ્રની કૃષિ પરંપરા અને આધુનિક સ્વાસ્થ્ય જાગૃતિનું મિશ્રણ માનવામાં આવે છે.

PM Modi

ભારત-વિયેતનામ મજબૂત સંબંધોના સંકેત (PM Modi)

વિયેતનામના રાષ્ટ્રપતિની આ મુલાકાત બંને દેશો વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોને મજબૂત બનાવવા માટે અત્યંત સફળ રહી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને પીએમ મોદી (PM Modi) સાથેની મુલાકાત બાદ બંને નેતાઓએ સંયુક્ત નિવેદન પણ જાહેર કર્યું હતું. પીએમ મોદી (PM Modi) દ્વારા અપાયેલી આ ભેટોએ વિયેતનામ પ્રત્યેની ભારતની આત્મીયતા અને સાંસ્કૃતિક સન્માનનો સંદેશ આપ્યો છે.


આ પણ વાંચો:PM મોદી આજે લખનૌમાં અટલ જયંતિ પર ભવ્ય કાર્યક્રમ ‘રાષ્ટ્ર પ્રેરણા સ્થળ’નું ઉદ્ઘાટન કરશે