New Delhi/ દેશભરમાં સિન્થેટિક પનીર પર લાગશે પ્રતિબંધ! FSSAIનો મોટો નિર્ણય

દેશમાં સ્વાસ્થ્ય માટે જોખમી માનાતા સિન્થેટિક પનીર (Fake Paneer Ban) પર ટૂંક સમયમાં પ્રતિબંધ લાગશે, FSSAIએ પ્રસ્તાવને મંજૂરી આપી

Top Stories India Breaking News
Fake Paneer Ban: સિન્થેટિક પનીર સામે સરકારનો મોટો નિર્ણય

New Delhi: દેશમાં ખાદ્યપદાર્થોમાં થતી ભેળસેળ સામે હવે કેન્દ્ર સરકાર કડક કાર્યવાહી કરવા તૈયાર થઈ ગઈ છે. બજારમાં અસલી પનીરના નામે વેચાતા સિન્થેટિક પનીર (Fake Paneer Ban) પર ટૂંક સમયમાં દેશવ્યાપી પ્રતિબંધ મૂકવામાં આવશે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.

ઓક્ટોબર 2025થી ચાલી રહી હતી તૈયારી

અહેવાલો મુજબ, આ મામલે હાઈ લેવલ કમિટીએ ઓક્ટોબર 2025માં જ અભ્યાસ શરૂ કર્યો હતો. ત્યારબાદ માર્ચ 2026ની બેઠકમાં આ પ્રતિબંધને અંતિમ મંજૂરી આપવામાં આવી હતી. નિષ્ણાતોનું માનવું છે કે બનાવટી પનીર (Fake Paneer Ban) ડેરી ઉદ્યોગ તેમજ લોકોના આરોગ્ય માટે ખતરો બની રહ્યું હતું.

કેવી રીતે બને છે સિન્થેટિક પનીર (Fake Paneer Ban)?

સિન્થેટિક પનીર બનાવવા માટે દૂધના બદલે પામ ઓઈલ અને મિલ્ક પાઉડર જેવા પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે. આ પનીર દેખાવ અને સ્વાદમાં અસલી પનીર જેવું લાગે છે, જેના કારણે ગ્રાહકો માટે અસલી અને નકલી વચ્ચેનો તફાવત ઓળખવો મુશ્કેલ બની જાય છે.

Fake Paneer Ban
Fake Paneer Ban

લાઇસન્સ ધરાવતા ઉત્પાદકોને મળશે સમય

હાલમાં દેશમાં લગભગ 1,000 જેટલી કંપનીઓ અને વેપારીઓ પાસે સિન્થેટિક પનીર બનાવવાના લાઇસન્સ છે. સરકાર નવા લાઇસન્સ આપવાનું બંધ કરશે. સાથે જ હાલના ઉત્પાદકોને સ્ટોક પૂર્ણ કરવા અને ઉત્પાદન બંધ કરવા માટે સમય આપવામાં આવશે.

સ્વાસ્થ્ય માટે જોખમી

નિષ્ણાતોના જણાવ્યા મુજબ સિન્થેટિક પનીર (Fake Paneer Ban)માં પોષક તત્વો ઓછા હોય છે અને તેમાં રહેલા કેટલાક કેમિકલ્સ શરીર માટે નુકસાનકારક બની શકે છે. ખાસ કરીને હોટલો અને રેસ્ટોરન્ટ્સમાં સસ્તા વિકલ્પ તરીકે તેનો ઉપયોગ વધતો જતો હતો.

ગ્રાહકો માટે રાહતનો નિર્ણય

ખાદ્ય સુરક્ષા સાથે જોડાયેલા નિષ્ણાતો માને છે કે આ નિર્ણય બાદ બજારમાં ગુણવત્તાયુક્ત ડેરી ઉત્પાદનોને પ્રોત્સાહન મળશે અને ગ્રાહકોને ભેળસેળવાળા ખાદ્યપદાર્થોથી રાહત મળશે.


આ પણ વાંચો:હોટલ અને રેસ્ટોરન્ટમાં પનીર અને તેના એનાલોગ ઉત્પાદનો અંગે રાજ્યવ્યાપી ડિસ્પ્લે બોર્ડ અંગેની સ્પે. ડ્રાઈવ

આ પણ વાંચો:અમદાવાદમાં ખાદ્ય એકમો સામે કડક કાર્યવાહી, 244 કિલો શંકાસ્પદ પનીર જપ્ત, અનેક ડેરી સીલ

આ પણ વાંચો:નકલી પનીરનો મોટો પર્દાફાશ! અમદાવાદમાં ‘શક્તિ સેન્ડવિચ’ અને ‘હાઉસ ઓફ મોમોસ’ સહિત 17 રેસ્ટોરન્ટને દંડ