Gujarat News/ હોટલ અને રેસ્ટોરન્ટમાં પનીર અને તેના એનાલોગ ઉત્પાદનો અંગે રાજ્યવ્યાપી ડિસ્પ્લે બોર્ડ અંગેની સ્પે. ડ્રાઈવ

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા તા. 4 એપ્રિલથી 9 એપ્રિલ દરમિયાન રાજ્યવ્યાપી વિશેષ તપાસ અભિયાન(Special Drive) હાથ ધરવામાં આવ્યું હતું.

Gujarat
આ પ્રકારના અભિયાન(Special Drive) ને ભવિષ્યમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે

Gujarat News : ગુજરાત રાજ્યમાં ખાદ્ય સુરક્ષા અને ગુણવત્તા જાળવવા માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા તા. 4 એપ્રિલથી 9 એપ્રિલ દરમિયાન રાજ્યવ્યાપી વિશેષ તપાસ અભિયાન(Special Drive) હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાનનો મુખ્ય હેતુ હોટલ(Hotels), રેસ્ટોરન્ટ તથા અન્ય ખાદ્ય સેવાઓમાં વપરાતા પનીર અને તેના એનાલોગ ઉત્પાદનોની ગુણવત્તા, સાચી ઓળખ અને ગ્રાહકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો હતો.

આ અભિયાન અંતર્ગત ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા રાજ્યભરના વિવિધ એકમોમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.

તપાસ અને કાર્યવાહીનો સાર

 કુલ 2527 એકમોની તપાસ
કરવામાં આવી (ઉત્પાદન
એકમો, હોટલ, રેસ્ટોરન્ટ, ઠેલા
વગેરે)
210 નોટિસો જારી કરવામાં આવી
18 એકમોને સીલ/બંધ કરવામાં
આવ્યા
રૂ. 2,48,300નો દંડ વસૂલવામાં
આવ્યો
103કિલોગ્રામ જેટલા જથ્થાનોનાશ કરવામાં આવ્યો.
65 નમૂનાઓ લેવામાં આવ્યા.
ફૂડ સેફ્ટી વાન દ્વારા 658
એકમોની તપાસ કરવામાં
આવી.
પ્રાથમિક પરીક્ષણ માટે 678
નમૂનાઓ લેવામાં આવ્યા

 મહત્વપૂર્ણ નિરીક્ષણ

તપાસ દરમિયાન એવું જોવા મળ્યું કે “એનાલોગ પનીર” (Analog Paneer) પનીરનો વિકલ્પ છે, પરંતુ ઘણી જગ્યાએ તેનો ઉપયોગ ગ્રાહકોને જાણ કર્યા વિના કરવામાં આવતો હતો. ગ્રાહકોને ભ્રમિત ન કરવા માટે આ બાબતે જાગૃતિ લાવવી જરૂરી છે.

નિયમોના ઉલ્લંઘન બદલ દંડ, નોટિસ અને કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ પ્રકારના અભિયાનને ભવિષ્યમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે.

જનહિતમાં અપીલ

ગ્રાહકોને વિનંતી છે કે ખાદ્ય પદાર્થોની ખરીદી કરતી વખતે તેની ગુણવત્તા અને સાચી માહિતી વિશે સચેત રહે. તેમજ ખાદ્ય વ્યવસાયકારોને નિયમોનું પાલન કરવા અનુરોધ કરવામાં આવે છે.


આ પણ વાંચો : નવરાત્રી અને દશેરાના પાવન તહેવાર દરમિયાન ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કડક કાર્યવાહી

આ પણ વાંચો : ડીસામાં ઘી ના ભેળસેળીયા વેપારી પર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ત્રાટક્યુ

આ પણ વાંચો : ઘીના ભેળસેળીયા વેપારી પર ત્રાટકતુ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર