Ahmedabad News : અમદાવાદમાં કોંગ્રેસના દાવેદાર સંજય ગઢવીને ગુજરાત હાઈકોર્ટ(High Court) તરફથી મહત્વપૂર્ણ રાહત મળી છે. હાઈકોર્ટે AMCની મતદાર યાદી(List)માં તેમનું નામ ઉમેરવા માટે નિર્દેશ આપ્યો છે.
અરજદાર સંજય ગઢવીનું નામ અગાઉ વિધાનસભાની મતદાર યાદી(List)માં સામેલ હતું, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મતદાર યાદીમાં તેમનું નામ નહોતું. આ કારણે તેમણે હાઈકોર્ટમાં અરજી કરી હતી.

સંજય ગઢવીએ ખોખરા વોર્ડમાંથી ચૂંટણી લડવા માટે દાવેદારી નોંધાવી હતી.
AMCને તેમનું નામ મતદાર યાદીમાં ઉમેરવાનો આદેશ(Order)
કેસની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે(High Court) તેમની દલીલો સ્વીકારી અને AMCને તેમનું નામ મતદાર યાદીમાં ઉમેરવાનો આદેશ કર્યો છે.
