Valsad News/ ઉમરગામમાં ચૂંટણી સમયે તંત્રનો મોટો છબરડો! દેહરી બેઠકની મતદાર યાદીમાંથી 1400થી વધુ નામ ગાયબ

Valsadના ઉમરગામમાં ચૂંટણી તંત્રની મોટી બેદરકારી સામે આવી છે. દેહરી બેઠકની યાદીમાંથી 1400 મતદારોના નામો ગાયબ થઈ દહાડ-3 ની યાદીમાં પહોંચી ગયા. જાણો સંપૂર્ણ અહેવાલ.

Top Stories Gujarat Others
Valsad Voter List Error

Valsad Voter List Error: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે અને તંત્ર દ્વારા લોખંડી બંદોબસ્તના દાવાઓ કરવામાં આવી રહ્યા છે. પરંતુ, આ જ તંત્રની એક અત્યંત ગંભીર બેદરકારી વલસાડ જિલ્લાના ઉમરગામમાંથી સામે આવી છે. અહીં ચૂંટણી સમયે જ દેહરી બેઠકની મતદાર યાદીમાંથી એકસાથે 1400 થી વધુ મતદારોના નામ ગાયબ થઈ જતા સ્થાનિક રાજકારણમાં અને મતદારોમાં ભારે હોબાળો મચી ગયો છે.

Valsad : એકસાથે આખા વોર્ડના નામો ઉડી ગયા!

મતદાન એ લોકશાહીનો સૌથી મોટો અધિકાર છે, પરંતુ તંત્રના છબરડાના કારણે દેહરી ગ્રામ પંચાયત હેઠળ આવતા ભંડારવાડ, પતરાગઢ અને રામવાડી વિસ્તારના નાગરિકોના નામો મતદાર યાદીમાંથી સંપૂર્ણપણે ગાયબ થઈ ગયા છે. નવાઈની વાત એ છે કે કોઈ એક-બે નહીં, પરંતુ અંદાજે 1400 થી વધુ મતદારોના આખા વોર્ડના નામો જ યાદીમાંથી ગાયબ છે.

Valsad Voter List Error

ક્યાં ગયા આ 1400 મતદારોના નામ?

જ્યારે આ મામલે તપાસ કરવામાં આવી ત્યારે એક ચોંકાવનારો ખુલાસો થયો હતો. દેહરી બેઠકના આ 1400 જેટલા મતદારોના નામ ભૂલથી અન્ય વિસ્તારની યાદીમાં ઘૂસી ગયા છે. આ તમામ નામો દહાડ-3 તાલુકા પંચાયતની મતદાર યાદીના ભાગ નંબર 4 અને 5 માં જોવા મળ્યા છે. આટલી મોટી સંખ્યામાં નામોનું સ્થળાંતર થવું એ ચૂંટણી શાખાની કામગીરી પર મોટા સવાલો ઊભા કરે છે.

ભૂલ સુધારવા ચૂંટણી તંત્રમાં મચી દોડધામ

મતદાર યાદીમાં થયેલા આ મોટા ગોટાળા બાબતે દેહરી ગ્રામ પંચાયત દ્વારા તાત્કાલિક સંબંધિત તંત્રને રજૂઆત કરવામાં આવી છે. લોકોના મતાધિકાર છીનવાઈ જવાની આ ગંભીર ફરિયાદ મળતા જ વહીવટી તંત્ર અને ચૂંટણી શાખામાં ભારે દોડધામ મચી ગઈ છે.


આ પણ વાંચો:વલસાડના નર્મદા સાંસ્કૃતિક ભવનમાં લગ્ન પ્રસંગ દરમિયાન પાર્કિંગમાં આગ, મહેમાનોમાં અફરાતફરી

આ પણ વાંચો:વલસાડમાં દારૂ ભરેલી કારમાં લાગી આગ, રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અકસ્માત

આ પણ વાંચો:વલસાડની GIDCમાં લાગી ભયંક આગ, કામદારોનો આબાદ બચાવ