Bengaluru News: બેંગલુરુમાં પોલીસ અને આવકવેરા વિભાગની સંયુક્ત કાર્યવાહીમાં કારમાંથી રૂપિયા 9 કરોડ રોકડા (Cash Seizure) જપ્ત કરવામાં આવ્યા છે. આ રોકડ બેંગલુરુથી તમિલનાડુના હોસુર લઈ જવાઈ રહી હતી. મામલામાં સચિન નામના એક વ્યક્તિને અટકાયતમાં લેવામાં આવ્યો છે.
હોસુર રોડ પર કાર રોકી તપાસ કરતા રોકડ મળી આવી
પોલીસને બેંગલુરુમાં ઇન્કમ ટેક્સ યુનિટ-22ના ડેપ્યુટી ડિરેક્ટર જગદીશ પાસેથી મળેલી માહિતીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. 18 ઓગસ્ટની રાત્રે આશરે 10:30 વાગ્યે હોસુર રોડ પર ટોલ બાદ આવેલા સિગ્નલ પાસે પોલીસે શંકાસ્પદ કારને રોકી હતી. ત્યારબાદ કારને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી અને તેમાં સવાર બે લોકોને આવકવેરા અધિકારીઓને સોંપવામાં આવ્યા હતા.
કારમાંથી છુપાવેલા Rs 9 crore મળ્યા
કારની તપાસ દરમિયાન અંદર છુપાવીને રાખવામાં આવેલા રૂપિયા 9 કરોડ રોકડા (Black Money) મળી આવ્યા હતા. આટલી મોટી રકમ મળતાં પોલીસ અને આવકવેરા વિભાગે વધુ તપાસ શરૂ કરી છે. જપ્ત કરાયેલી રોકડ ક્યાંથી આવી અને તેને બેંગલુરુથી હોસુર કેમ લઈ જવામાં આવી રહી હતી તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.
સચિનનો જ્વેલર્સ સાથે સંબંધ
અટકાયતમાં લેવાયેલા લોકોમાંથી એકની ઓળખ સચિન તરીકે થઈ છે. પોલીસના જણાવ્યા મુજબ, સચિન તમિલનાડુના થૂથુકુડી સ્થિત સિંધુ જ્વેલર્સ સાથે સંકળાયેલો હોવાનું સામે આવ્યું છે. હાલ આવકવેરા વિભાગ (Income Tax Department) દ્વારા રોકડના સ્ત્રોત અને સમગ્ર વ્યવહાર અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
પોલીસ અને IT વિભાગની સંયુક્ત કાર્યવાહી
આ સમગ્ર મામલો પોલીસ અને આવકવેરા વિભાગની સંયુક્ત કાર્યવાહી (Joint Operation) બાદ સામે આવ્યો છે. અધિકારીઓ હવે રોકડ સાથે સંકળાયેલા અન્ય લોકો અને વ્યવહારોની પણ તપાસ કરી રહ્યા છે. રૂપિયા.9 કરોડની આ રોકડ કોઈ કાયદેસર વ્યવહારનો ભાગ છે કે પછી તેની પાછળ અન્ય કોઈ ગેરરીતિ છે, તે તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.
આ પણ વાંચો: નવી મુંબઈ બંદરેથી પાકિસ્તાનનો 9 કરોડનો માલ કબજે : એક શખ્સની ધરપકડ
આ પણ વાંચો: EPFO વર્ઝન 3.0 થશે લોન્ચ, 9 કરોડથી વધુ લાભાર્થીઓને થશે ફાયદો
આ પણ વાંચો:અમદાવાદમાં 50 લાખની ફિલ્મી ઉઠાંતરી: બાઇકથી કારને ટક્કર મારી ધ્યાન ભટકાવ્યું, કાચ તોડી રોકડ લઈને ફરાર
