Uttar Pradesh News:/ યુપીમાં 52 નેતાઓની સુરક્ષા વધુ મજબૂત, અખિલેશ, માયવતી સહિતને યોગી સરકારે આપી બુલેટપ્રૂફ જેકેટ

ઉત્તર પ્રદેશમાં 52 નેતાઓને બુલેટપ્રૂફ જેકેટ (Bulletproof Jacket) આપવામાં આવી. અખિલેશ યાદવ, માયાવતી સહિત 11 કેબિનેટ મંત્રીઓ અને અન્ય મોટા નેતાઓનો સમાવેશ.

NATIONAL India Breaking News
bulletproof jackets

Uttar Pradesh News: ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પહેલા યોગી આદિત્યનાથ સરકારે 52 અગ્રણી નેતાઓને બુલેટપ્રૂફ જેકેટ (Bulletproof Jacket) આપીને તેમની સુરક્ષા વધુ મજબૂત કરી છે. આ યાદીમાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ, બસપા સુપ્રીમો માયાવતી સહિત અનેક મોટા નેતાઓ અને 11 કેબિનેટ મંત્રીઓનો સમાવેશ થાય છે.

અખિલેશ યાદવ-માયાવતી સહિત 52 નેતાઓને સુરક્ષા કવચ | Bulletproof Jacket

સરકાર દ્વારા આપવામાં આવેલી બુલેટપ્રૂફ જેકેટ (Security Gear)થી Y થી લઈને Z+ સુરક્ષા શ્રેણી ધરાવતા નેતાઓને વધારાનું સુરક્ષા કવચ મળશે. અખિલેશ યાદવ અને માયાવતી પાસે પહેલેથી જ બુલેટપ્રૂફ જેકેટ હોવાનું જણાવવામાં આવ્યું છે. આ વખતે પ્રથમવાર 52 નેતાઓને આ પ્રકારની સુરક્ષા સુવિધા આપવામાં આવી છે. તેમાં 11 કેબિનેટ મંત્રીઓનો પણ સમાવેશ થાય છે.

ઓમ પ્રકાશ રાજભરથી અપર્ણા યાદવ સુધી નામ સામેલ

બુલેટપ્રૂફ જેકેટ મેળવનારા નેતાઓમાં સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના અધ્યક્ષ ઓમ પ્રકાશ રાજભર (Om Prakash Rajbhar), નિષાદ પાર્ટીના નેતા સંજય નિષાદ અને કેબિનેટ મંત્રી નંદ ગોપાલ ગુપ્તા ‘નંદી’નો સમાવેશ થાય છે. ઉત્તર પ્રદેશ રાજ્ય મહિલા આયોગની ઉપાધ્યક્ષ અપર્ણા યાદવને પણ બુલેટપ્રૂફ સુરક્ષા (Bulletproof Security) આપવામાં આવી છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશના ભાજપ નેતા (Uttar Pradesh BJP leader)ઓ સંગીત સોમ અને સુરેશ રાણાને પણ આ સુવિધા આપવામાં આવી હોવાની માહિતી સામે આવી છે.

2027ની ચૂંટણી પહેલા સુરક્ષા વધારવાનો નિર્ણય

વર્ષ 2027ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સુરક્ષા મુખ્યાલયે સાવચેતીના પગલા તરીકે આ નિર્ણય લીધો હોવાનું જણાવવામાં આવ્યું છે. આ નિર્ણય હેઠળ વિવિધ રાજકીય પક્ષોના મહત્વના નેતાઓને સુરક્ષા સાધનો આપવામાં આવ્યા છે. જોકે, કયા ચોક્કસ સુરક્ષા ઇનપુટ અથવા ખતરાના આકલનના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે, તે અંગે સરકારે સત્તાવાર રીતે કોઈ વિગત જાહેર કરી નથી.

એક જેકેટની કિંમત આશરે 10 લાખ રૂપિયા

સુરક્ષા મુખ્યાલય દ્વારા આ બુલેટપ્રૂફ જેકેટની ખરીદી કરવામાં આવી છે. એક જેકેટની કિંમત આશરે 10 લાખ રૂપિયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. સરકારના આ નિર્ણયથી ચૂંટણી પહેલા ઉત્તર પ્રદેશના મહત્વના નેતાઓ માટે સુરક્ષા વ્યવસ્થામાં વધુ એક સ્તર ઉમેરાયું છે.


આ પણ વાંચો:ઉત્તર પ્રદેશમાં પૂરનો કહેર: ગંગા-યમુના સહિત અનેક નદીઓ ભયજનક સપાટીએ, વારાણસીના ઘાટો પાણીમાં ગરકાવ

આ પણ વાંચો:માસ્ટરસ્ટ્રોક કે ચૂંટણી સ્ટ્રેટેજી? ઉત્તર પ્રદેશમાં ચૂંટણીની તૈયારી: મહિલા મતદારોને રિઝવવા ભાજપ-સપા મેદાનમાં

આ પણ વાંચો: ઉત્તર પ્રદેશના બાગપતમાં પતિ-પત્નીના વિવાદનો કરુણ અંત, ભાજપ નેતાના પુત્રએ જીવન ટૂંકાવ્યું