અમદાવાદ
રાજ્યના બહુચર્ચિત નકલી એન્કાઉન્ટર પૈકીના એક એવા વર્ષ 2004માં અંજામ અપાયેલા ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં નિવૃત્ત પોલીસ અધિકારી ડીજી વણઝારા અને એનકે અમીન દ્વારા ડિસ્ચાર્જ અરજી ફાઈલ કરવામાં આવી હતી. જેના પરનો ચુકાદો સીબીઆઈ કોર્ટે 7 ઓગસ્ટ પર ચુકાદો મુલતવી રાખવામાં આવ્યો છે.
આ કેસ અંગેની સુનાવણી સીબીઆઈના સ્પેશિયલ જજ જેકે પંડ્યા દ્વારા પૂરી કરવામાં આવી હતી.
અગાઉની સુનવણીમાં ડીજી વણઝારા અને એનકે અમીન સીબીઆઈ કોર્ટમાં હાજર રહ્યા હતા. તેઓની સાથે પુર્વ પોલિસ અધિકારી તરુણ બારોટ પણ હાજર રહ્યા હતા.તરૂણ બારોટે પણ આ કેસમાંથી મુક્ત થવા માટે અરજી કરી છે.જો કે કોર્ટ દ્રારા તરૂણ બારોટની અરજી પરનો ચુકાદો મુલતવી રાખવામાં આવ્યો છે.
મહત્વનુ છે કે સીબીઆઈએ ડીજી વણઝારાની ડિસ્ચાર્જ અરજી પર વિરોધ વ્યક્ત કર્યો હતો. સીબીઆઈના વકીલે દલીલ કરી હતી કે આ કેસમાં વણઝારાની પણ ભૂમિકા છે. એક સાક્ષી દ્વારા ગવાહી આપવામાં આવી હતી કે એન્કાઉન્ટર અગાઉ ઈશરતજહાં અને અન્ય 3 લોકોની જ્યાંથી અટકાયત થઈ હતી તે ફાર્મહાઉસ પર વણઝારા હાજર જોવા મળ્યા હતા. તો બીજી બાજુ વણઝારાના એડવોકેટે દલીલ કરી હતી કે કોઈ આરોપીને સાક્ષી બનાવીને તેને માફી આપવાનો હક ઈન્વેસ્ટીગેશન અધિકારીને નથી.
બીજી તરફ એન કે અમીનની વાત કરવામાં આવે તો કોર્ટે તેમની ડિસ્ચાર્જ અરજી પર પણ સુનાવણી પુરી કરી લીધી છે.
