નવી દિલ્હી,
દેશની ૨૧ જેટલી સાર્વજનિક અને પ્રાઇવેટ સેક્ટરની ત્રણ પ્રમુખ બેંકોમાં બચત ખાતા ધરાવતા મિનિમમ બેલેન્સ રાખવા બાબતે બેંકો દ્વારા ચાર્જ વસુલવામાં આવે છે. બેકો દ્વારા વસુલાતા આ ચાર્જને લઇ એક આંકડો સામે આવ્યો છે, તે જાણીને તમે ચકિત થઇ જશો.
હાલમાં બેન્કિંગ સેક્ટરના સામે આવેલા આંકડાઓ મુજબ, બેંકો દ્વારા નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮માં મિનિમમ બેલેન્સ મામલે ગ્રાહકો પાસેથી ૫૦૦૦ કરોડ રૂપિયા વસુલ કર્યાં છે.

આ મામલે ગ્રાહકો પાસેથી ચાર્જ વસુલ કરવા મામલે દેશની સૌથી મોટી બેન્કોમાંની એક ભારતીય સ્ટેટ બેંક સૌથી આગળ છે. સ્ટેટ બેંક દ્વારા કુલ ૨૪૩૩.૮૭ કરોડ રૂપિયા ગ્રાહકો પાસેથી વસુલ્યા છે. આ આંકડો દેશની ૨૪ બેંકો દ્વારા વસુલવામાં આવેલા કુલ ૪૯૮૯.૫૫ કરોડ રૂપિયાનો અડધો છે.
SBI પછી ચાર્જ વસુલવા મામલે HDFC બેંક આવે છે, જેણે ૫૯૦.૮૪ કરોડ રૂપિયા વસુલ્યા છે. ત્યારબાદ એક્સિસ બેન્કે ૫૩૦.૧૨ કરોડ રૂપિયા, ICICI બેન્કે ૩૧૭.૬૦ કરોડ રૂપિયા વસુલ્યા છે.
મહત્વનું છે કે, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ૨૦૧૨ સુધી ખાતામાં મિનિમમ બેલેન્સ ન રાખવા બાબતે ચાર્જ વસુલ્યો હતો. ત્યારબાદ તેઓએ આ વ્યવસ્થા ઓક્ટોબર, ૨૦૧૭માં વધુ એકવાર શરુ કરી હતી. નોધનીય છે કે, SBIને ગત નાણાકીય વર્ષમાં ૬૫૪૭ કરોડ રૂપિયાનું ભારે નુકશાન થયું છે.
