Not Set/ JIO ફોનની ટક્કર આપવા માટે Xiaomiએ લોન્ચ કર્યો આ મોબાઈલ, મળશે આ ખાસ ફિચર્સ

નવી દિલ્હી, ચીનની દિગ્ગજ સ્માર્ટફોન નિર્માતા કંપની શાઓમીએ પોતાના ડોમેસ્ટિક માર્કેટમાં એક નવો ફિચર ફોન Qin AI લોન્ચ કર્યો છે. આ એક આર્ટીફિસિયલ ઇન્ટેલિજન્સ (AI) બેસ ફોન છે અને આ મોબાઈલમાં એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ અમે કેટલાક સ્માર્ટ ફિચર્સ આપવામાં આવ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે, Xiaomiએ લોન્ચ કરેલો આ ખાસ મોબાઈલ રિલાયન્સ જિયોના ફોનને […]

Tech & Auto

નવી દિલ્હી,

ચીનની દિગ્ગજ સ્માર્ટફોન નિર્માતા કંપની શાઓમીએ પોતાના ડોમેસ્ટિક માર્કેટમાં એક નવો ફિચર ફોન Qin AI લોન્ચ કર્યો છે. આ એક આર્ટીફિસિયલ ઇન્ટેલિજન્સ (AI) બેસ ફોન છે અને આ મોબાઈલમાં એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ અમે કેટલાક સ્માર્ટ ફિચર્સ આપવામાં આવ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે, Xiaomiએ લોન્ચ કરેલો આ ખાસ મોબાઈલ રિલાયન્સ જિયોના ફોનને ટક્કર આપી શકે છે.

શાઓમીના Qin AI મોબાઈલની વાત કરવામાં આવે તો, આ મોબાઈલ કોઈ ખાસ સ્માર્ટફોન જેવો નથી, પરંતુ એમાં 4G LTE અને VoLTE સપોર્ટ સાથે રિયલ ટાઈમ ટ્રાન્સલેશન સપોર્ટ આપવામાં આવ્યું છે. આ મોબાઈલને ચીનમાં કંપનીના ક્રાઉડફંડિંગ પ્લેટફોર્મ દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે.

Xiaomi Qin AIના સ્પેસિફિકેશન :

રિપોર્ટમાં જણાવ્યા મુજબ, શાઓમી દ્વારા આ ફિચર્સ ફોન બે વેરિએન્ટ Qin1અને Qin1s માં લોન્ચ કરવામાં આવ્યો છે. આ બંને મોબાઈલમાં Qin1 2G છે, જયારે Qin1s 4G ફોન છે.

શાઓમીના નવા ફિચર્સ ફોનની થીક્નેસ ૮.૫ mm અને એમાં ૨૪૦ X ૩૨૦ના પિક્સેલ રિજોલ્યુશન સાથે ૨.૮ ઇંચની IPS ડિસ્પ્લે આપવામાં આવી છે.

ફોનમાં  LTE , VoLTE અને ડ્યુઅલ સિમ સપોર્ટ આપવામાં આવ્યું છે.

આ મોબાઈલમાં WiFi, વેધર રિપોર્ટ, IR બ્લાસ્ટર ઉપરાંત AC અને ટીવી જેવા ઉપકરણોને કંટ્રોલ કરવા માટે રિમોટ કંટ્રોલ પણ આપવામાં આવ્યું છે, તેમજ A1 ટ્રાન્સલેટર અપાયું છે જે ૧૭ ભાષાઓમાં મલ્ટી લેંગ્વેજ ટ્રાન્સલેટને સપોર્ટ કરે છે.

શાઓમીના આ ફિચર્સ ફોનમાં 1480mAhની બેટરી આપવામાં આવી છે.

Qin1 ફોનમાં USB ટાઇપ-C સપોર્ટ આપવામાં આવ્યું છે અને Mocor 5 એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે. આ ઉપરાંત આ ફોનમાં ૨૫૬ MB રેમ અને ૫૧૨ MB રોમની સાથે 1.3 GHz ARM Cortex ક્વોડ-કોર પ્રોસેસર અપાયું છે.

જયારે Qin1s ૮ MB રેમ અને ૧૬ MB ઇન્ટરનલ સ્ટોરેજ સાથે MediaTek MT6260A ARM Cortex A7 ચિપસેટ અપાયું છે.

જો કે શાઓમીના આ ફિચર્સ ફોનને ભારતમાં લોન્ચ કરવાના હજી બાકી છે, પરંતુ જિયોફોનની ટક્કરમાં આ મોબાઈલ જોવામાં આવી રહ્યા છે.આ મોબાઈલ ચીનમાં થર્ડ પાર્ટી પ્લેટફોર્મ પર ૯૯૯ Yuan એટલે કે ૧૯૯૯ રૂપિયામાં ઉપલબ્ધ છે અને તેનું વેચાણ આગામી ૧૫ સપ્ટેમ્બરના રોજથી શરુ થશે.