Technology/ ફેસબુક પ્લેટફાર્મનો દુરુપયોગ ચિંતાનો વિષય, દર દસ હજારે ત્રણ પોસ્ટ ધમકીઓની

ફેસબુક પર ત્રણ મહિનામાં યુઝર્સને 92 લાખવાર ધમકીઓ મળવાના તેમજ ઉત્પીડન કરવામાં આવ્યાની વાત ફેસબુકે સ્વીકારી છે.

Tech & Auto

ફેસબુકમાં ધમકીઓ, ઉશ્કેરણીજનક નિવેદન અને નફરત ફેલાવનારી પોસ્ટ ચિંતાનો વિષય બનેલી છે. તાજેતરના એક રિપોર્ટમાં સામે આવ્યું છે કે ફેસબુકમાં  દર દસ હજાર પોસ્ટે  15 ધમકીઓ,  5 ભડકાઉ પોસ્ટ અને  3 નફરત ફેલાવનારી પોસ્ટ હોય છે.

દર દસ હજારે પાંચ પોસ્ટ હિંસાની તેમજ ઉશ્કેરણીની 

દર દસ હજારે નફરત ફેલાવતી ત્રણ પોસ્ટ

ફેસબુકે પહેલીવાર માન્યું છે કે તેના પ્લેટફાર્મથી યુઝર્સને ધમકાવવામાં તેમજ ઉશ્કેરવામાં આવી રહ્યા છે.  એક સરેરાશ યુઝર જ્યારે 10 હજાર સામગ્રી જૂએ છે, તેમાંથી લગભગ 15 સામગ્રી ઓનલાઇન બદમાશી કરનારા લોકોની ધમકીઓની હોય છે. બીજી તરફ હિંસાની તેમજ ઉશ્કેરણીવાળી પાંચ પોસ્ટ યુઝર્સે સહન કરવી પડે છે. તો નફરત ફેલાવતી ત્રણ અન્ય સામગ્રી પણ યુઝર્સને અલગ રીતે સહન કરવી પડે છે.

પોતાની કંપનીનું નવુ નામ મેટા રાખી ચૂકેલા ફેસબુકના તાજેતરના  સામુદાયિક માનક અનુપાલન રિપોર્ટમાં આ ખુલાસો થયો છે.  2021ના ત્રીજા ક્વાર્ટરમાં એટલે કે જૂલાઇ થી સપ્ટેમ્બરમાં આ રિપોર્ટ આપવામાં આવ્યો. આ રિપોર્ટ અનુસાર ફેસબુક પ્લેટફાર્મ પર દર દસ હજારે ત્રણ સામગ્રી નફરત ભરેલી  હોય છે. અગાઉના ક્વાર્ટરમાં આ સંખ્યા પાંચ હતી.  હિંસા અને ભડકાવનારી સામગ્રી પણ દર દસ હજારે ચાર થી પાંચ જેટલી જોવા મળી છે.

આ પ્રકારની 1.36 કરોડ સામગ્રી ફેસબુકે હટાવી છે.  તેમાંથી ફક્ત 3.3 ટકા માટે યુઝર્સે રીપોર્ટ કર્યો હતો.  બાકીની આવી સામગ્રી ફેસબુકે વિકસાવેલા સોફટવેરે પકડી હતી. જો કે વિશેષજ્ઞો માને છે કે કેટલીક ટેકનિકલ ખામીઓ અને ક્ષેત્રીય સમજના અભાવને કારણે ઘણી સામગ્રી ફેસબુકની નજરમાં ચઢ્યા વગર જેમની તેમ પડી રહે છે.

ફેસબુક પર ત્રણ મહિનામાં યુઝર્સને 92 લાખવાર ધમકીઓ મળવાના તેમજ ઉત્પીડન કરવામાં આવ્યાની વાત ફેસબુકે સ્વીકારી છે. પરંતુ આ તો એ સામગ્રી છે જે ફેસબુકે હટાવી છે. જે સામગ્રી નથી હટાવાઇ તેનો આંકડો આપવામાં નથી આવ્યો.

પોતાના માનાંકોનું ઉલ્લંઘન થતું પકડવા માટે ફેસબુક 70  ભાષાઓની સામગ્રીનું જ મુલ્યાંકન કરે છે. તેમાંથી  ભારતીય ભાષાઓ ફક્ત પાંચ છે. જ્યારે હકીકત  એ છે કે તેના પ્લેટફાર્મ પર 160 ભાષાઓમાં સંવાદ થાય છે. આ જ કારણ છે કે ફેસબુકની સિસ્ટમ આ દુષણ રોકવામાં નિષ્ફળ પુરવાર થઇ રહી છે.

ગુજરાત / ગ્રામ પંચાયતની ચૂંટણી 21 કે 26 ડિસેમ્બરના ?

અમદાવાદ / રસીના બીજા ડોઝમાં ઉદાસીનતા,બીજો ડોઝ નહિ લીધો હોય તો મ્યુનિ.કોર્પો. સંચાલિત જગ્યાઓ પર પ્રવેશ નહિ

નવાબ મલિકનો ભાજપને ટોણો / ડ્રગ્સ ગુજરાતમાંથી જ સપ્લાય થાય છે, BJPના નેતાઓ ડ્રગ્સ પેડલર્સ સાથે ધરાવે છે સંબંધો