GOOGLE/ ગૂગલે નવી મોનીટાઈઝેશન પોલિસીની કરી જાહેરાત,જળવાયુ પરિવર્તન અંગે ખોટી જાણકારી આપનારી જાહેરાત રોક

જાહેરાત આપનારા લોકો એ નથી ઇચ્છતા કે તેમની જાહેરાત જળવાયુ પરિવર્તનની સાથે દેખાય અથવા પ્રકાશક અને ક્રીએટર્સ નથી ઇચ્છતા કે તેઓ દાવા વધારનારી જાહેરાતને પોતાના પેજ અથવા વિડીયો પર આવવા દે.

Tech & Auto

દુનિયાની દિગ્ગજ ટેકનિકલ કંપની ગૂગલ દ્વારા શુક્રવારના રોજ પોતાના વિજ્ઞાપનદાતાઓ, પ્રકાશકો અને યુટ્યુબ ક્રિએટર્સ માટે એક નવી મોનીટાઈઝેશન પોલિસીની જાહેરાત કરી છે. તેમણે જાહેરાતમાં જણાવ્યું છે કે, જે જળવાયું પરિવર્તનના અસ્તિત્વ અને કારણો અંગેની જાણકારી આપતી જાહેરાતો પર પ્રતિબંધ લગાવશે.

ગૂગલે કહ્યું છે કે, તાજેતરના વર્ષોમાં તેમની જાહેરાત અને પબ્લિશર્સ પાર્ટનરને આ મુદ્દે અરજીઓ મળી છે, જેમને જળવાયુ પરિવર્તન અંગે ખોટા દાવો સાથે ચાલનારા અથવા ખોટા દાવાઓનો પ્રચાર પ્રસાર કરનારા લોકો પ્રત્યે ચિંતા વ્યક્ત કરી છે.

આ અંગે ગૂગલે પોતાની એક બ્લોગ પોસ્ટમાં કહ્યું છે કે, જાહેરાત આપનારા લોકો એ નથી ઇચ્છતા કે તેમની જાહેરાત જળવાયુ પરિવર્તનની સાથે દેખાય અથવા પ્રકાશક અને ક્રીએટર્સ નથી ઇચ્છતા કે તેઓ દાવા વધારનારી જાહેરાતને પોતાના પેજ અથવા વિડીયો પર આવવા દે.

ગૂગલે કહ્યું છે કે, નવી પોલિસી સામે સામગ્રીનું મૂલ્યાંકન કરતા સમયે તે દરેક સંદર્ભને ધ્યાનથી જોશે જેમાં સંબધિત દાવા કરવામાં આવી રહ્યા હોય. તેમના કહેવામાં આવ્યું છે કે અમે અન્ય જળવાયું સંબધિત વિષયો પર જાહેરાતો અને મોનીટાઇઝેશનની પરવાનગી ચાલુ રાખશે, જેમાં જળવાયું નીતિ પર સાર્વજનિક ચર્ચા, જળવાયુ પરિવર્તનના અલગ અલગ પ્રભાવ, નવી માહિતી અને ઘણું બધુ સામેલ છે.

ગૂગલે કહ્યું છે કે, તેમને જળવાયુ વિજ્ઞાનના વિષય પર સત્તાવાર સ્ત્રોતો સાથે વાતચીત કરી છે, ચર્ચા કરી છે.જેઓ આ વિષયના નિષ્ણાંત છે તેમને આ નીતિ અને તેમના ધારાધોરણોને બનાવવામાં જળવાયુ પરિવર્તન આંકલન રિપોર્ટ સંયુક્ત રાષ્ટ્ર અંતર્ગત સરકારી પેનલમાં યોગદાન આપ્યું છે. કંપનીએ કહ્યું છે કે, નવી નીતિ ન માત્ર વિજ્ઞાપન ઇકો સિસ્ટમની પ્રમાણિકતાને મજબૂત કરવામાં મદદ કરશે પરંતુ છેલ્લા બે દાયકામાં એક કંપનીના રૂપે અમારા દ્વારા સ્થિરતાને વધારો આપવા માટે અને જળવાયુ પરિવર્તનનો સામનો કરવા માટે કરવામાં આવેલા કાર્યોની દઢતાને રેખાંકિત કરવામાં આવી છે.