સેમસંગે ગેલેક્સી એફ 62 (Samsung Galaxy F62) ભારતમાં લોન્ચ કરી દીધો છે. આ ફોન એક્ઝિનોસ 7nm ચિપસેટ સાથે આવે છે, . સેમસંગે પોતાનો નવો ફોન 23,999 રૂપિયાની શરુઆતી કિંમતે રજૂ કર્યો છે, જે તેના બેઝ વેરિયેન્ટ 6GB + 128GB સ્ટોરેજ માટે છે. આ સિવાય ફોન 8 જીબી + 256 જીબીના બીજા વેરિયેન્ટની કિંમત 25,999 રૂપિયા રાખવામાં આવી છે. ફ્લિપકાર્ટ, રિલાયન્સ ડિજિટલ સ્ટોર અને સેમસંગના ઓફલાઇન રિટેલર પાસેથી ગ્રાહકો 22 ફેબ્રુઆરીથી ફોન ખરીદી શકે છે.

કંપનીએ ફોનની ખરીદી પર કેશબેક ઓફરની પણ જાહેરાત કરી છે. આઇસીઆઈસીઆઈ ક્રેડિટ અને ડેબિટ કાર્ડથી ફોન ખરીદવા માટે ગ્રાહકોને પણ 2500 રૂપિયાનું કેશબેક મળશે. કંપનીએ આ ફોનને લેસર બ્લુ, લેસર ગ્રે અને લેસર ગ્રીન કલરમાં ઉપલબ્ધ કરાવ્યો છે.
Jioના આ પોસ્ટપેડ પ્લાનમાં 1000GB ડેટા સાથે મળશે ફ્રી કોલિંગ અને એક્ટ્રા સિમ
સેમસંગ ગેલેક્સી એફ 62 માં 6.7 ઇંચની સુપર એમોલેડ + ઇન્ફિનિટી-ઓ ડિસ્પ્લે છે. ફોનમાં કંપનીનું એક્ઝિનોસ 9825 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ફોન 6 જીબી રેમ અને 8 જીબી રેમ સાથે 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ સાથે રજૂ કરવામાં આવ્યો છે, જેને માઇક્રો એસડી દ્વારા 1 ટીબી સુધી વધારી શકાય છે.

ફોનમાં 64 મેગાપિક્સલનો ક્વાડ કેમેરો
કેમેરા તરીકે ગેલેક્સી એફ 62 માં ક્વાડ રીયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. તેમાં 64 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો, 12 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ, 5 મેગાપિક્સલનો મેક્રો અને 5 મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર છે. ફ્રન્ટ તરીકે સેલ્ફી કોલિંગ માટે ફોનમાં 32 મેગાપિક્સલનો કેમેરો છે.
Marutiની આ કાર પર મળી રહ્યું છે મોટું ડિસ્કાઉન્ટ, ફેબ્રુઆરીમાં જ ખરીદવાથી મળશે ફાયદો

પાવર માટે, ગેલેક્સી એફ 62માં 7000 એમએએચની શક્તિશાળી બેટરી છે, જે 25 ડબ્લ્યુ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે.
કનેક્ટિવિટી માટે, આ સ્માર્ટફોનમાં બ્લૂટૂથ 5.0, વાઇ-ફાઇ, એનએફસી, જીપીએસ, જીપીઆરએસ, માઇક્રો-યુએસબી જેવી કનેક્ટિવિટી સુવિધાઓ છે.
