ભાવનગર/ પાલીતાણા ન.પા.માં કોંગ્રેસને મોટો ઝટકો, 31 ફોર્મ રદ્દ

પાલીતાણા ન.પા.માં કોંગ્રેસને મોટો ઝટકો, 31 ફોર્મ રદ્દ

Gujarat Others

ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે. કોંગ્રેસ ચૂંટણી પહેલા જ હારતી નજર આવી રહી છે. આજરોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં પાલીતાણા ખાતે કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. એક સાથે ૩૧ ઉમેદવારના ફોર્મ રદ કરવામાં આવ્યા છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાલીતાણા ન.પામાં કોંગ્રેસનાં 31 ફોર્મ રદ્દ કરવામાં આવ્યા છે, જયારે માત્ર 5 ફોર્મ જ માન્ય રાખવામાં આવ્યા છે. એક સાથે મોટી સંખ્યામાં ફોર્મ રદ્દ કરવામાં આવતા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. અને ચૂંટણી પહેલા જ પરિણામ સામે આવી ગયાનો ઘાટ સર્જાયો છે. ઉલ્લેખનીય છે કે ભાજપનાં તમામ 36 ઉમેદવારોનાં ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે.

પાલીતાણા નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસ ના 31 ફોર્મના મેન્ડેટ ના હોવાથી નિયમ અનુસાર રદ કરવામાં આવ્યા છે.  અત્રે ઉલ્લેખનીય છે બે દિવસ પહેલા કોંગ્રેસના પ્રમુખ મેન્ડેટ જમા કરાવવા જતા હતા ત્યારે કોઈ ઇસમોએ મેન્ડેટ ફાડી નાખ્યા હતા. માત્ર 5 ફોર્મ જ માં મેન્ડેટ જમા થયા હતા.  જે ફોર્મ માન્ય રખાયા બાકીના રદ કરવામાં આવ્યા છે.

covid19 / CMનો ચાર્જ અન્ય કોઇને નહિ અપાય : ડે. CM નીતિન પટેલ

Political / કોંગ્રેસના 20 સ્ટાર પ્રચારકોની યાદી તૈયાર, આ મહાનુભાવો ઉતરશે મેદાનમાં…

ભાવનગરના પાલિતાણા નગર પાલિકામાં અજાણ્યા શખ્સ દ્વારા મેન્ડેટ ફાડી નાખવાનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો છે. તેમજ સમગ્ર બાબતને ગંભીરતાથી લઈને હાઈકોર્ટે તત્કાલ સુનાવણીની પરવાનગી આપી છે. ઉલ્લેખનિય છે કે, ઉમેદવારીફોર્મ ભરવાના અંતિમ દિવસે જ શહેર કોંગ્રેસ પ્રમુખ કરણ મોરી મેન્ડેડ જમા કરવા માટે પહોંચ્યા હતા.

Covid-19 / પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા પણ કોરોના ગ્રસ્ત

covid19 / CM વિજય રૂપાણીનો કોરોના રીપોર્ટ પોઝીટીવ, તેમના સંપર્કમાં આવેલા તમામનો કોરોના ટેસ્ટ કરાશે

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…