Patan News: પાટણ ચાણસ્મા હાઇવે પર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત (Patan Accident) સર્જાયો હતો. ટ્રકે બાઇકને ટક્કર મારતા ગર્ભવતી મહિલાનું (Woman Death) ઘટનાસ્થળે મોત થયું હતું. બાઇક પર પરિવાર સેઢાલ જી રહ્યો હતો ત્યારે અકસ્માત થયો હતો.
અકસ્માતની ઘટનાના પગલે સ્થાનિકો દોડી આવ્યા હતા. તેઓએ તરત જ 108ને બોલાવી હતી. 108એ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર કરાવી હતી અને તેને ચાણસ્મા હોસ્પિટલ લઈ ગયા હતા. તેના કારણે પુત્રનો આબાદ બચાવ થયો હતો. મૃતક મહિલાનું કાજલબેન હોવાનું જાણવા મળ્યું હતું. આમ ટ્રકની એક ટક્કરે કુટુંબનો માળો વિખેરી નાખ્યો હતો.
અકસ્માતની વધુ એક ઘટના રાજકોટ ખાતે બની હતી. રાજકોટના ઉપલેટામાં મોડી રાત્રે અકસ્માતની ઘટના બની હતી. તેમા ડુમિયાણી ગામ પાસે હાઈવે નંબર 27 પર અકસ્માત સર્જાયો તો. ઉપલેટાથી સુપેડી જઈ રહેલ બાઇક ચાલકને અકસ્માત થયો હતો. સુપેડી ગામનો બાઇક ચાલક નિલેશ ભાલોડિયા ઇજાગ્રસ્ત થયો હતો. ટોલ પ્લાઝાની એમ્બ્યુલન્સમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ઇજાઓ ગંભીર હોવાના પગલે તેને ઉપલેટા કોટેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત અરવલ્લી જિલ્લામાં બાયડ જીતપુર ચોકડી પાસે અકસ્માત થયો હતો. ટેમ્પો અને મોપેડ વચ્ચે અકસ્માત થયો હતો. ટેમ્પો ચાલકે એક્ટિવા ચાલકને ટક્કર મારી હતી. એક્ટિવા ચાલક મહિલા આંબલિયારાની પોલીસ કર્મચારી હતી. એક્ટિવાને ટક્કર મારી ટેમ્પો બાજુના ખાડામાં ખાબક્યો હતો. એક્ટિવાને ટક્કર મારી ટેમ્બો બાજુના ખાડામાં ખાબક્યો હતો. તેના લીધે ટેમ્પોમાં સવાર બે સહિત ત્રણને ગંભીર ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે બાયડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: પાટણમાં સમી-રાધનપુર હાઇવે ગોઝારો અકસ્માત, 6ના મોત
આ પણ વાંચો: પાટણમાં સર્જાયો ત્રિપલ અકસ્માત,આગ લગતા એકનું મોત
આ પણ વાંચો: પાટણમાં અકસ્માત સર્જાતા એક જ પરિવારના ચાર લોકોના મોત, દિવાળી પરિવાર માટે લાવી શોક
