Breaking News/ પાટણના સાંતલપુરમાં ખારી નદીમાં દુર્ઘટના: 9 યુવકો ડૂબ્યા, 1નું મોત

નળિયા ગામના નવ યુવકો ખારી નદીમાં ન્હાવા ગયા હતા. નદીમાં અચાનક પાણીનો પ્રવાહ વધવાથી યુવકો તણાઈ ગયા.

Gujarat Others Trending Breaking News

Breaking News: પાટણનાસાંતલપુર તાલુકાના નળિયા ગામ નજીક ખારી નદીમાં ન્હાવા ગયેલા નવ યુવકોની દુ:ખદ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફેલાવ્યું છે. આ ઘટનામાં એક યુવકનું મોત થયું છે, જ્યારે ચાર યુવકો હજુ લાપતા છે. સ્થાનિકોની મદદથી ચાર યુવકોનો આબાદ બચાવ થયો હતો, પરંતુ એક યુવકે સારવાર દરમિયાન દમ તોડ્યો.

આજે બપોરે નળિયા ગામના નવ યુવકો ખારી નદીમાં ન્હાવા ગયા હતા. નદીમાં અચાનક પાણીનો પ્રવાહ વધવાથી યુવકો તણાઈ ગયા. સ્થાનિક લોકોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી અને ચાર યુવકોને બહાર કાઢવામાં સફળતા મળી. જોકે, એક યુવકને વારાહી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાયો, જ્યાં તેનું મોત નીપજ્યું. બાકીના ચાર યુવકો હજુ ગુમ છે, અને તેમની શોધખોળ માટે SDRFની ટીમે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. SDRFની ટીમ લાપતા યુવકોની શોધમાં લાગી છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર સફળતા મળી નથી. આ દુર્ઘટનાએ નળિયા ગામમાં ચિંતા અને શોકનો માહોલ સર્જ્યો છે, જ્યાં પરિવારજનો અને ગ્રામજનો ગુમ થયેલા યુવકોની સલામતી માટે પ્રાર્થના કરી રહ્યા છે.

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ