TELLYWOOD NEWS/ વનરાજ’ પર ભારે પડશે તેનું અભિમાન, શું ‘અનુપમા’ બાદ બાળકો પણ છોડશે સાથ!

ઘરમાં રોજરોજ થઈ રહેલા ઝઘડા જોઈને પાંખી પરેશાન થઈ જશે અને કહેશે ‘માતા-પિતા જ્યારે એકબીજાથી પરેશાન થઈ જાય ત્યારે ડિવોર્સ લઈ લે છે

Entertainment

સીરિયલ ‘અનુપમા’માં હાલ ઘણા ટ્વિસ્ટ જોવા મળી રહ્યા છે. વનરાજથી અલગ થયા બાદ અનુપમા જીવનને પોતાની રીતે જીવવા લાગી છે. અનુજ કપાડિયા સાથે તેણે બિઝનેસમાં પણ ઝંપલાવ્યું છે. એક સમયે વનરાજથી અનુપમાએ તેને હવેથી જીવનમાં દખલીગીરી ન કરવાની ચેતવણી આપી દીધી છે. અનુપમાને અનુજ કપાડિયા સાથે કામ કરવાનું વનરાજને પસંદ નથી અને તે આખો દિવસ બંનેનું નામ લેતો રહેતો હોવાથી કાવ્યા પણ પરેશાન થઈ ચૂકી છે.

વનરાજ પાસે હાલ કોઈ જ કામ નથી અન તે કાવ્યાને પણ અનુજ કપાડિયાએ આપેલી ઓફર ન સ્વીકારવા માટેનું કહે છે. જો કે, આગામી સમયમાં કાવ્યા વનરાજની વાત ન માનીને અનુજ કપાડિયા પાસે જશે અને તેના સેક્રેટરી તરીકે કામ કરવાની ઓફરનો સ્વીકાર કરશે. આ વાતની જાણ થતાં જ વનરાજ ગુસ્સાથી બેકાબૂ થઈ જશે અને તેનો અહંકાર તેનો દુશ્મન બની જશે.

https://www.instagram.com/p/CUxLfDQIzWJ/?utm_source=ig_embed&ig_rid=6ba85440-efb4-4685-99ba-9ca015bd854f

વનરાજ કાવ્યાને ટોણો મારતા કહેશે કે, અનુજ કપાડિયા તો અનુપમાના હાથની કઠપૂતળી છે. તે બાદ કાવ્યા વનરાજને ડોક્ટર પાસે જવાનું કહેશે. વનરાજ ગુસ્સામાં આવીને કાંચનો ફ્લાવર વાઝ તોડી દેશે. જેના કારણે તેના હાથમાંથી લોહી નીકળવા લાગશે. અનુપમાને ચિંતા થતાં તે કોટન લગાવવા જશે ત્યારે વનરાજને ધક્કો મારી દેશે. તેના કારણે તે પડતા-પડતા બચી જશે.

ઘરમાં રોજરોજ થઈ રહેલા ઝઘડા જોઈને પાંખી પરેશાન થઈ જશે અને કહેશે ‘માતા-પિતા જ્યારે એકબીજાથી પરેશાન થઈ જાય ત્યારે ડિવોર્સ લઈ લે છે. પરંતુ જો બાળક પરેશાન થઈ જાય તો, તે શું કરશે’. પારિતોષ, સમર અને પાંખીમાં વનરાજ સૌથી વધારે પાંખીને પ્રેમ કરે છે. પાંખીને પરેશાન જોઈને શું વનરાજ સુધરી જશે? શું પાંખીને ખુશ રાખવા માટે વનરાજ અનુપમાને પરેશાન કરવાનું બંધ કરી દેશે? આ તમામ સવાલના જવાબ આગામી એપિસોડમાં જોવા મળશે.