Bollywood/ માન્યતાએ સંજય દત્તને ગણાવ્યા રામ, શેર કર્યો વીડિયો

દશેરા પર માન્યતા દત્તે પતિ સંજય દત્ત માટે એક ખાસ પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટ દ્વારા, માન્યતાએ સંજયને તેના રામ કહેતાંની સાથે એ પણ જણાવ્યું કે  કેવી રીતે મુશ્કેલ દિવસોમાં પણ અભિનેતા ક્યારેય હાર માની નથી.

Entertainment

દશેરા પર માન્યતા દત્તે પતિ સંજય દત્ત માટે એક ખાસ પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટ દ્વારા, માન્યતાએ સંજયને તેના રામ કહેતાંની સાથે એ પણ જણાવ્યું કે  કેવી રીતે મુશ્કેલ દિવસોમાં પણ અભિનેતા ક્યારેય હાર માની નથી. માન્યતાએ લખ્યું કે, ‘હું આ દશેરાને તેને ડેડીકેટ કરવા માંગુ છું જે ફક્ત મારા માટે જ નહીં પરંતુ ઘણા લોકો માટે પ્રેરણારૂપ છે. જિંદગીએ તેને ઘણી મુશ્કેલીઓમાં મુક્યો પણ તે હંમેશા ધૈર્ય અને પ્રેમથી લડ્યો. જલ્દી આપણે વિચારીએ કે શાંતિ છે, તો જીવન બીજું એક પડકારજનક સામે આવી જાય છે. આજે સંજયે ફરીથી સાબિત કર્યું કે સકારાત્મક મનથી દરેક મુશ્કેલ યુદ્ધ જીતી શકે છે.

માન્યતાએ આગળ લખ્યું, ‘સંજુ જેવું કોઈ નથી. તમે મારી શક્તિ, મારો ગર્વ, મારા રામ ‘છો. માન્યતાએ આ સંદેશ સાથે સંજય દત્તનો વીડિયો શેર કર્યો છે, જેમાં તે આરતી કરતા જોવા મળી રહ્યો છે. આપને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા સંજય દત્તે કેન્સર સામે જંગ જીતી છે. આ અંગે તેમણે ખુદ સોશિયલ મીડિયા દ્વારા માહિતી આપી હતી. સંજયે લખ્યું, ‘છેલ્લા કેટલાક અઠવાડિયા મારા અને પરિવાર માટે ખૂબ મુશ્કેલ હતા. પરંતુ એવું કહેવામાં આવે છે, ભગવાન એક સખત યુદ્ધ લડવા માટે માત્ર સૌથી મજબુત સૈનિકની પસંદગી કરે છે. અને આજે, મારા બાળકોના જન્મદિવસ પ્રસંગે, હું આ યુદ્ધ જીતીને પાછો ફર્યો છું. આ પરિવાર માટે શ્રેષ્ઠ ઉપહાર છે.

https://www.instagram.com/p/CGweeVejaVi/?utm_source=ig_web_copy_link

સંજયે ચાહકો માટે લખ્યું, ‘તમારા બધાના પ્રેમ અને આશીર્વાદ વિના હું આ જંગ જીતી શક્યો ન હોત. તમારા સમર્થન અને આશીર્વાદ માટે હું તમારો આભારી છું. મારી સાથે આ યુદ્ધમાં ઉભા રહેવા બદલ હું કુટુંબીઓ, મિત્રો અને ચાહકોનો આભાર માનું છું. મારા માટે મજબૂત રહો. પ્રેમ, પરિચિતતા અને અસંખ્ય આશીર્વાદ માટે આભાર.’ આપને જણાવી દઈએ કે સંજય દત્ત સ્ટેજ 4 ફેફસાના કેન્સરથી પીડિત હતો. તેણે સોશિયલ મીડિયા પોસ્ટ્સ દ્વારા ચાહકોને આ માહિતી આપી હતી.