Not Set/ શિલ્પા શેટ્ટીએ કર્યું દિવાળી સેલિબ્રેશન,બોલીવુડની આ હસ્તિઓ રહી હાજર

મુંબઇ, બોલીવુડ સેલિબ્રીટીઝે દિવાળી આવતા પહેલાં જ ઉજવણી શરૂ કરી દીધી છે. બોલિવૂડની અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ દીપાવલીમાં તેના ઘરે ભવ્ય સમારોહનું યોજ્યો હતો. જેમાં ઘણી ફિલ્મ હસ્તીઓએ ભાગ લીધો હતો. શિલ્પા શેટ્ટીએ કરેલી દિવાળીના આ ઉજવણીમાં ખોસલા કુમાર, ગણેશ હેગડે, મિનિષા લાંબા સાથે કરણ કુન્દ્રા, કરણ જોહર, શમીતા શેટ્ટી, સોનુ સૂદ, માધવન, રમેશ તૌરાની, ચંકી પાંડે, કરિશ્મા તન્ના, જેક્વેલિન ફર્નાન્ડીઝ અને પ્રિતી ઝિન્ટા હાજરી આપી હતી. […]

Entertainment

મુંબઇ,

બોલીવુડ સેલિબ્રીટીઝે દિવાળી આવતા પહેલાં જ ઉજવણી શરૂ કરી દીધી છે. બોલિવૂડની અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ દીપાવલીમાં તેના ઘરે ભવ્ય સમારોહનું યોજ્યો હતો. જેમાં ઘણી ફિલ્મ હસ્તીઓએ ભાગ લીધો હતો. શિલ્પા શેટ્ટીએ કરેલી દિવાળીના આ ઉજવણીમાં ખોસલા કુમાર, ગણેશ હેગડે, મિનિષા લાંબા સાથે કરણ કુન્દ્રા, કરણ જોહર, શમીતા શેટ્ટી, સોનુ સૂદ, માધવન, રમેશ તૌરાની, ચંકી પાંડે, કરિશ્મા તન્ના, જેક્વેલિન ફર્નાન્ડીઝ અને પ્રિતી ઝિન્ટા હાજરી આપી હતી.

શિલ્પા શેટ્ટી ડિઝાઈનર અમિત અગ્રવાલના સાડી ગાઉનમાં જોવા મળી હતી. તો તેનો પતિ રાજ કુંદ્રા નેવી બ્લૂ તથા વ્હાઈટ શેરવાનીમાં જોવા મળ્યો હતો.

આ ઉપરાંત, અર્પિતા ખાન શર્મા, અરબાઝ ખાન, દિનેશ વિજયન, વરુણ શર્મા, પૂજા હેગડે, મનીષ મલ્હોત્રા, અનિતા હશાનંદાની, સંજીદા શેખ, આમિર અલી, રોહિત રોય, સુષ્મિતા સેન, એકતા કપૂર, ગુરુ રંધાવા, અલવિરા અગ્નિહોત્રી, સોફિ ચૌધરી, હરભજનસિંહ અને ગીતા બસરા સાથે, મીટ બ્રધર્સ, અંગદ બેદી, નેહા ધુપિયા અને સલમાન ખાન જેવા સેલિબ્રિટીઓ પણ આ ઉજવણી કરી હતી.

 

શિલ્પાની પાર્ટીમાં સલમાન ખાન પ્રેમિકા જ્યોર્જિયા સાથે આવ્યો હતો. જ્યોર્જિયા ટ્રેડિશનલ આઉટફિટમાં ઘણી જ સુંદર લાગતી હતી.જો કે સલમાને સિમ્પલ બ્લુ કલરનું ટીશર્ટ પહેર્યું હતું.