મુંબઇ
બોલીવુડના કોરિયોગ્રાફર, નિર્માતા, દિગ્દર્શક રેમો ડિસોઝા તેની અપકમિંગ એકશન ફિલ્મ રેસ થ્રી ના શુટિંગમાં વ્યસ્ત છે. અત્યાર સુધી રેમોની ડાન્સ પર આધારિત બે ફિલ્મો આવી ચુકી છે અને હવે વધુ એક ડાન્સ આધરિત ફિલ્મની તૈયારી કરી રહ્યો છે. રેમોની આવનારી ડાન્સ આધારિત ફિલ્મ ટી સિરીઝના ભૂષણકુમાર સાથે કરવાનો છે.
રેમો આ ફિલ્મ ટી સિરીઝના ભૂષણકુમાર સાથે રાખીને કરવાનો છે. ભુષણ કુમારનો સાથ મળવાથી રેમો ડિસોઝા ખુબ જ ખુશ છે. આ ફિલ્મની સ્ટારકાસ્ટની જાહેરાત 19 માર્ચના રોજ કરવામાં આવશે. હાલ તો રેમો ડિઝોસા સલમાન ખાનની ફિલ્મ રેસ થ્રીમાં વ્યસ્ત છે પરંતુ જલ્દી જ રેસ થ્રીનું શુટિંગ ખતમ કરીને આ ફિલ્મના શુટીંગમાં લાગી જશે.
રેમોએ જણાવ્યું હતું કે, ભુષણ કુમાર સાથે મળીને આ ફિલ્મમાં તે ડાન્સને એક નવા આયામ પર પહોંચાડવા માંગે છે.આ ફિલ્મમાં તે ડાન્સના નવા સ્ટેપ્સ રૂપેરી પડદે લોકોને બતાવશે.ફિલ્મ ABCD બાદ હવે હું આ ફિલ્મમાં અલગ પ્રકારના ડાન્સ સ્ટેપ્સ રજૂ કરવા માગું છું.
