launched/ એપલે ભારતમાં વૉચ સિરીઝ 7 કરી લોન્ચ..જાણો ક્યારે શરૂ થશે સેલ

કંપનીએ આ સિરીઝ આઈફોન 13 સિરીઝ સાથે લોન્ચ કરી હતી, પણ ઇન્ડિયન માર્કેટમાં લોન્ચિંગનો ખુલાસો કર્યો નહોતો. જો કે, હવે આ વૉચ ભારતીયો પણ ખરીદી શકશે

Tech & Auto

ફાઈનલી એપલે ભારતમાં વૉચ સિરીઝ 7 લોન્ચ કરી દીધી છે. કંપનીએ આ સિરીઝ આઈફોન 13 સિરીઝ સાથે લોન્ચ કરી હતી, પણ ઇન્ડિયન માર્કેટમાં લોન્ચિંગનો ખુલાસો કર્યો નહોતો. જો કે, હવે આ વૉચ ભારતીયો પણ ખરીદી શકશે. આ કંપનીની મોંઘી અને સૌથી પ્રીમિયમ વૉચ છે.

મોડલની કિંમત

એપલ વૉચનો સેલ 8 ઓક્ટોબરે સાંજે 5 વાગ્યાથી શરૂ થશે. 15 ઓક્ટોબરથી ઓફલાઈન ખરીદી શકાશે. કંપનીના લિસ્ટિંગ પ્રમાણે, આ મૉડલની પ્રારંભિક કિંમત 41,900 રૂપિયા છે. જ્યારે જુદા-જુદા મોડલ પ્રમાણે કિંમત વધે છે. જેમ કે, GPS + 41mm GPS- 41,900 રૂપિયા, GPS + 45mm GPS- 44,900 રૂપિયા, GPS + સેલ્યુલર 41 mm, એલ્યુમિનિયમ કેસ- 50,900 રૂપિયા, GPS+ સેલ્યુલર 45 mm, એલ્યુમિનિયમ કેસ- 53,900 રૂપિયા, અને GPS + સેલ્યુલર 45 mm, સ્ટેનલેસ સ્ટીલ કેસ મોડલની કિંમત 73,900 રૂપિયા છે. જ્યારે એપલ વૉચ SE 29,000 રૂપિયા અને એપલ વૉચ સિરીઝ 3ની કિંમત 20,900 રૂપિયા છે.

વોચના સ્પેસિફિકેશન

એપલ વૉચ સિરીઝ 7માં આઉટડોર સાઇક્લિંગ માટે સારો સપોર્ટ મળશે. જો તમે સાઇક્લિંગ કરવાનું બંધ કરી દેશો તો વૉચ વર્કઆઉટ સેશન ઓટોમેટિક કાઉન્ટ કરવાનું બંધ કરી દેશે. બાઈક કે પછી કોઈ ટ્રિપ દરમિયાન દુર્ઘટના થવા પર ફોલ સપોર્ટ ફીચર ઇમર્જન્સી સર્વિસનો કોન્ટેક્ટ કરશે. ફિટનેસ પ્લસ એપ દ્વારા તમે મિત્રો સાથે વર્કઆઉટ શૅર કરી શકશો. વૉચ એલ્યુમિનિયમ વેરિફિકેશનના 5 કલર ઓપ્શન બ્લેક, ગોલ્ડ, બ્લૂ, રેડ અને ડાર્ક ગ્રીન કલરમાં ખરીદી શકશો.