Tech News/ 33 km/kg માઇલેજ અને સનરૂફ સાથે રૂ. 6.31 લાખની આ સેડાન બની દેશવાસીઓની પહેલી પસંદ

ઓગસ્ટ 2026 માં સેડાન કારના વેચાણમાં 15.7% નો વધારો થયો છે. મારુતિ ડિઝાયરે (Maruti Dzire) 18418 યુનિટ્સના વેચાણ સાથે પ્રથમ સ્થાન મેળવ્યું છે. જુઓ ઓરા, અમેઝ, વર્ટસ સહિત તમામ સેડાન ગાડીઓના સેલ્સ આંકડા.

Tech & Auto
Maruti Dzire dominance in the sedan market

Tech & Auto News : ભારતીય કાર બજારમાં સેડાન ગાડીઓનો ક્રેઝ ફરી એકવાર બુસ્ટ થઈ રહ્યો છે. તાજેતરમાં જાહેર થયેલા ઓગસ્ટ 2026 ના સેલ્સ રિપોર્ટ મુજબ, દેશના સેડાન સેગમેન્ટમાં વર્ષાનુવર્ષ 15.7%નો શાનદાર ઉછાળો જોવા મળ્યો (Sedan Car Sales) છે. આ બજારમાં મારુતિ સુઝુકી ડિઝાયરે (Maruti Dzire)પોતે એકલા હાથે લગભગ પણ 56% હિસ્સો કબજે કરીને પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે.

Maruti Dzire : સેડાન સેગમેન્ટમાં 15.7% નો મજબૂત ગ્રોથ

ઓગસ્ટ 2026 દરમિયાન ભારતમાં કુલ 32,913 યુનિટ સેડાન વેચાઈ છે, જે ઓગસ્ટ 2025 ના 28,451 યુનિટ્સ કરતાં નોંધપાત્ર રીતે વધુ છે. મોંઘા ઈંધણ અને ઈલેક્ટ્રિક વાહનોના યુગમાં પણ મધ્યમ વર્ગીય પરિવારો માટે એન્ટ્રી-લેવલ સેડાન ગાડીઓ પ્રથમ પસંદગી બની રહી છે.

મારુતિ ડિઝાયરનું નંબર-1 સ્થાન અને એકચક્રી શાસન

મારુતિ સુઝુકી ડિઝાયરે ઓગસ્ટ 2026 માં 18418 યુનિટ્સના વેચાણ સાથે સેગમેન્ટમાં ટોપ પોઝિશન જાળવી રાખી છે. દિલ્હી એક્સ-શોરૂમ કિંમત અંદાજે રૂ. 6.31 લાખથી શરૂ થાય છે.5-સ્ટાર BNCAP સેફ્ટી રેટિંગ, સનરૂફ, 9-ઈંચ ટચસ્ક્રીન, LED હેડલાઇટ્સ અને 360° કેમેરા.1.2-લિટર Z-સિરીઝ એન્જિન સાથે આ કાર પેટ્રોલમાં 24.79 થી 25.71 kmpl અને CNG મોડલમાં 33.73 km/kg ની જોરદાર માઇલેજ આપે છે.

બીજા અને ત્રીજા ક્રમે હ્યુન્ડાઇ ઓરા અને હોન્ડા અમેઝનો દબદબો

6685 યુનિટ્સના વેચાણ સાથે ઓરા બીજા સ્થાને રહી છે. ગયા વર્ષના 5336 યુનિટ્સની સરખામણીએ તેણે 25.3% ની મજબૂત વૃદ્ધિ નોંધાવી છે.

હોન્ડા અમેઝ (Honda Amaze): અમેઝના વેચાણમાં સૌથી મોટો 100.3% નો બમણો ઉછાળો જોવા મળ્યો છે. ઓગસ્ટ 2025ના 1753 યુનિટ્સની સામે આ વખતે 3512 યુનિટ્સનું વેચાણ કરીને અમેઝે ત્રીજું સ્થાન મેળવ્યું છે.

પ્રીમિયમ સેડાન કારોના વેચાણમાં ઘટાડો

ફોક્સવેગન વર્ટસ (VW Virtus): વર્ટસનું વેચાણ 22.3% ઘટીને 1301 યુનિટ્સ પર આવી ગયું છે.

સ્કોડા સ્લાવિયા (Skoda Slavia): સ્લાવિયાના વેચાણમાં 11% નો ઘટાડો થયો છે, જે ઓગસ્ટ 2025ના 1008 યુનિટ્સથી ઘટીને 897 યુનિટ્સ રહ્યું છે.

અન્ય સેડાન ગાડીઓનું પ્રદર્શન

ટાટા ટિગોર (Tata Tigor): 862 યુનિટ્સના વેચાણ સાથે 7.1% નો ગ્રોથ મેળવ્યો

હ્યુન્ડાઇ વર્ના (Hyundai Verna): વેચાણમાં 31.4% નો ઘટાડો નોંધાતા 529 યુનિટ્સ વેચાયા

હોન્ડા સિટી (Honda City): 514 યુનિટ્સના વેચાણ સાથે 17.6% નો સુધારો દર્શાવ્યો

ટોયોટા કેમરી (Toyota Camry): 195 યુનિટ્સના વેચાણ સાથે 23.4% નો પોઝિટિવ ગ્રોથ મેળવ્યો

આ આંકડા સ્પષ્ટ કરે છે કે ભારતીય ઓટો માર્કેટમાં આજે પણ મિડલ ક્લાસ ખરીદદારો માટે કિંમત, માઇલેજ અને કેબિન સ્પેસ જ સૌથી મહત્વના પરિબળો છે.


આ પણ વાંચો :તહેવારોની સિઝનમાં મારુતિ સુઝુકીનો ધમાકો! Victoris અને WagonR પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ

આ પણ વાંચો :160 કિમી/કલાકની સુપરફાસ્ટ ઝડપે પણ વંદે ભારત રહેશે સંપૂર્ણ સુરક્ષિત! ‘કવચ 4.0’ નું સફળ પરીક્ષણ

આ પણ વાંચો :હવે લેપટોપ ફોલ્ડ નહીં પરંતુ રોલ થશે! Lenovo એ રજૂ કર્યું વિશ્વનું અનોખું Rollable Laptop