Bollywood/ રાજકુમાર અને કૃતિની ફિલ્મ ‘હમ દો હમારે દો’નું ટીઝર થયું રિલીઝ,જોઈલો તમે પણ..

ફિલ્મ હમ દો હમારે દો માં રાજકુમાર રાવ અને કૃતિ સેનનની જોડી સાથે પરેશ રાવલ, રત્ના પાઠક શાહ અને અપારશક્તિ ખુરાના જોવા મળશે.

Entertainment

બોલિવૂડ અભિનેતા રાજકુમાર રાવ અને અભિનેત્રી કૃતિ સેનનના ચાહકો માટે સારા સમાચાર છે. બંને સ્ટાર્સ હવે ફિલ્મ ‘હમ દો હમારે દો’માં સાથે જોવા મળશે. આ ફિલ્મનું ટીઝર થોડા સમય પહેલા યૂટ્યૂબ પર ડિઝની પ્લસ હોટસ્ટારની ચેનલ પર મુકવામાં આવ્યું છે.

‘હમ દો હમારે દો’ નું ટીઝર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. ટીઝરની શરૂઆતમાં સ્ત્રી, લુકા ચુપ્પી, બાલા અને મિમીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પછી પરેશ રાવલના અવાજ સાથે પ્રશ્ન પૂછવામાં આવે છે- ‘હવે આપણો હીરો શું કરશે?’ આ પછી, કૃતિ સ્ક્રીન પર દેખાય છે, જે રાજકુમારને કહે છે – ‘તારા માતા પિતાને ઘરે બોલાવ, આપણા વિશે વાત કરીયે અને નવું જીવન શરૂ કરીયે’.

https://www.instagram.com/p/CUrPiZspLby/?utm_source=ig_embed&ig_rid=6eb82ab4-1a0b-457a-b737-61cb11069329

પરેશ રાવલ હમ દો હમારે દોના ટીઝરમાં કહે છે કે, ‘અબ હીરો ગોદ લેશે કોઈના મમ્મી પપ્પાને.’ આ પછી ફિલ્મના કેટલાક અન્ય દ્રશ્યો અને કલાકારો બતાવવામાં આવ્યા છે. ટીઝરના અંતે એવું કહેવામાં આવ્યું છે કે આ ફિલ્મ દિવાળીના ખાસ પ્રસંગે ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થશે.

ફિલ્મ હમ દો હમારે દો માં રાજકુમાર રાવ અને કૃતિ સેનનની જોડી સાથે પરેશ રાવલ, રત્ના પાઠક શાહ અને અપારશક્તિ ખુરાના જોવા મળશે. આ પહેલા રાજકુમાર અને કૃતિની જોડી ફિલ્મ બરેલી કી બરફીમાં જોવા મળી હતી. જેમાં આયુષ્યમાન ખુરાના પણ મહત્વની ભૂમિકામાં હતો.