Entertainment News 2026/ પ્રીતિ ઝિન્ટા સાથેના ડેટિંગના અફવાઓ પર બ્રેટ લીનો મોટો ખુલાસો: ૧૬ વર્ષ બાદ પૂર્વ ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલરે તોડ્યું મૌન!

ઓસ્ટ્રેલિયાના પૂર્વ ફાસ્ટ બોલર બ્રેટ લીએ પ્રીતિ ઝિન્ટા (Preity Zinta)સાથેના 16 વર્ષ જૂના ડેટિંગના સમાચાર પર મૌન તોડ્યું છે. તેણે જણાવ્યું કે તેમની વચ્ચે કેવો સંબંધ હતો. વાંચો સંપૂર્ણ અહેવાલ.

Entertainment
Brett Lee opens up about his romance with Preity Zinta.

Entertainment News : ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના પૂર્વ ધુરંધર ફાસ્ટ બોલર બ્રેટ લી (Brett Lee)પોતાની રમત સિવાય બોલીવુડ કનેક્શનને કારણે પણ હંમેશા મીડિયા લાઈમલાઈટ (Limelight)માં રહ્યો છે. એક સમયે તેણે ભારતીય સિનેમામાં કામ કરવાનો પ્રયાસ કર્યો હતો. તે દરમિયાન બોલીવુડની ડિમ્પલ ગર્લ પ્રીતિ ઝિન્ટા (Preity Zinta)સાથે તેના અફેરની ચર્ચાઓએ ભારે જોર પકડ્યું હતું. હવે પૂરા 16-17 વર્ષના લાંબા સમય બાદ આ પૂર્વ ક્રિકેટરે પોતાની અને પ્રીતિ વચ્ચેના સંબંધોનું અસલી સત્ય જાહેર કર્યું છે.

“અમે માત્ર સારા મિત્રો હતા” – બ્રેટ લીએ અફવાઓને ફગાવી

એક તાજેતરના ઈન્ટરવ્યુ દરમિયાન જ્યારે બ્રેટ લીને 2000ના દાયકાના આ બહુચર્ચિત અફેર વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે સ્પષ્ટતા કરી હતી.તેણે જણાવ્યું કે સૌથી મોટી વાસ્તવિકતા એ છે કે તેણે ક્યારેય કોઈ બોલીવુડ અભિનેત્રીને ડેટ (Dating Rumors)કરી નથી.પ્રીતિ ઝિન્ટા અને તે માત્ર ખૂબ જ નજીકના મિત્રો હતા. આઈપીએલ ટીમ પંજાબ કિંગ્સની કો-ઓનર હોવાના નાતે પ્રીતિ એક અત્યંત બુદ્ધિશાળી મહિલા છે અને તેના મનમાં પ્રીતિ માટે ખૂબ જ આદર છે.તેણે ઉમેર્યું કે આવી પાયાવિહોણી ચર્ચાઓથી તેને ક્યારેય કોઈ ફરક પડ્યો નથી કારણ કે તે પોતે સાચું જાણતો હતો.

2008 થી 2011 વચ્ચે ચર્ચામાં રહ્યો હતો આ કિસ્સો

બ્રેટ લી જ્યારે આઈપીએલમાં પંજાબ કિંગ્સ ટીમ તરફથી રમતો હતો ત્યારે આ ચર્ચાઓ શરૂ થઈ હતી.મુંબઈની એક હોટેલમાં બંને સાથે ડિનર કરતા કેમેરામાં કેપ્ચર થતાં જ ડેટિંગના સમાચાર વાયરલ થયા હતા.પ્રીતિ ઝિન્ટાએ ખુલાસો કર્યું હતું કે દર વર્ષે તેનું નામ બ્રેટ લી સાથે જોડવું તે તદ્દન હાસ્યાસ્પદ છે અને તેઓ માત્ર સારા મિત્રો છે.

બંને કલાકારોનું પર્સનલ લાઈફ અને વર્કફ્રન્ટ

અંગત જીવનની વાત કરીએ તો બંને પોતપોતાની દુનિયામાં ખુશહાલ જીવન જીવી રહ્યા છે.બ્રેટ લીએ 2006 માં એલિઝાબેથ કેમ્પ સાથે લગ્ન કર્યા હતા પરંતુ 2009 માં તેમના ડિવોર્સ થયા. બાદમાં 2014માં તેણે લાના એન્ડરસન સાથે લગ્ન કર્યા હતા.પ્રીતિ ઝિન્ટાએ 2016 માં જીન ગુડઈનફ સાથે લગ્ન કર્યા અને 2021માં સરોગસી દ્વારા જોડિયા બાળકોની માતા બની. વર્કફ્રન્ટ પર તે ટૂંક સમયમાં ફિલ્મ “પાર્ટીશન 1947” માં જોવા મળશે.


આ પણ વાંચો :દિગ્ગજ અભિનેતા પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે નિધન: કેન્સર સામે જંગ હાર્યા

આ પણ વાંચો :ડિસ્કો કિંગ બપ્પીદાનું ઊંઘમાં કેવી રીતે થયું હતું નિધન? જાણો અંતિમ 24 કલાક અને Sleep Apneaનું જોખમ

આ પણ વાંચો :વિજય વર્માનો કાસ્ટિંગ કાઉચ પર ભયાનક ખુલાસો, ‘સ્ટ્રગલ ડેઝની દર્દનાક આપવીતી કરી શેર!