મુંબઇ,
ટેલિવિઝનની પ્રસિદ્ધ સીરીયલ ઉડાન અને બજરંગી ભાઇજાન ફિલ્મમાં જોવા મળેલ હેલેન ફોંસેકાએ પોતાની સાથે થયેલ સેક્સુઅલ હેરસમેન્ટ અંગે ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યુ છે કે, તેનું પણ જાતીય શોષણ થયુ હતું. હેલને જણાવ્યું કે તેના સહ કલાકાર સાઇ બલ્લાલે તેને અભદ્ર ટેક્સ મેસેજ અને અશ્લીલ વીડીયો મોકલ્યા હતા.આ અંગે તેણે 2015માં સિને એસોસિએશન સીન્ટામાં ફરિયાદ કરી હતી.

હેલેને જણાવ્યુ કે, સાઈ તેને સતત ગંદા વીડિયો મોકલતા હતા. તેણે આ અંગે સીન્ટામાં ફરીયાદ પણ કરી, પરંતુ કોઈએ આ અંગે ધ્યાન ન આપ્યુ અને શોમાંથી તેને કાઢી મુકવામાં આવી.
#MetooIndia Sexual Harassment while I was doing the serial Udaan on Colours channel#no one stood by me#was thrown out of the show cause I complained against actor Sai Ballal#it was disgusting as he sent me porn films#would always threaten me saying he had powers to throw me out
— Helen Fonseca (@HelenFo65322586) October 12, 2018
સુત્રોના જણાવ્યા મુજબ, હેલેન ફોંસેકાએ જણાવ્યુ કે, ટીવી શોના પ્રોડ્યુસર ગુરૂદેવ ભલ્લાની પત્નિ સાથે વાતચીત કરી પરંતુ શોના મેકર્સે જણાવ્યુ કે, તમે હવે પરિપક્વ છો.આ અંગે તમે ગવર્નિંગ બોડીને વાત કરી શકો છો.
#MeToo Sai Ballal frm the serial Udaan had sent porn films to me when I complained I was thrown off the show Udaan # though I was in contract with the company #Cinta too did not take action against him after submitting all proofs#producer did not help#me fighting alone in court
— Helen Fonseca (@HelenFo65322586) October 9, 2018
હેલેને જણાવ્યુ કે, મારો રોલ અન્ય કોઈ કલાકારને આપી દેવામાં આવ્યો. અને જ્યારે તેણે આ અંગે પૂછ્યુ તો ક્રિએટિવ હેડ ભારત ચોક્સી અને પ્રોડક્શન હેડ અભિષેક અગ્રવાલે તેને શોની ટીમ સામે તેને ઝાટકી નાખી અને તેને જેમ તેમ બોલવા લાગ્યા. હેલેને જણાવ્યુ કે, મેં શુટિંગથી જ સિંટાને ફોન કરીને આ અંગેની વાત કરી. મને લાગ્યુ કે તેઓ મારી મદદ કરશે પરંતુ આવુ કંઈ ન થયુ. મારી સાથે આ અંગે કોઈએ વાતચીત પણ ન કરી. મહત્વનુ છે કે, માત્ર ફિલ્મ અભિનેત્રીઓ જ નહીં પણ કેટલીક ટીવી અભિનેત્રીઓએ પણ મીટુ કેમ્પેઈન અંતર્ગત પોતાની સાથે થયેલ સેક્સુઅલ હેરેસમેન્ટની ઘટનાઓ અંગે ખુલીને વાતચીત કરી છે.
