પ્રતિક ગાંધી તેમની છેલ્લી આત્મકથા શ્રેણી ‘સ્કેમ 1992’ ની મહાન ભવ્ય સફળતા પછી ગુજરાતી સિનેમામાં પાછા ફર્યા જ્યાં તેમણે શ્રી હર્ષદ મહેતાનું મુખ્ય પાત્ર ભજવીને રાષ્ટ્રીય ધ્યાન મેળવ્યું. પ્રતિક ગાંધી તેમની આવનારી ગુજરાતી ફિલ્મમાં તેમની કુશળતા બતાવવાની તૈયારીમાં છે, જેમાં નીતિન જી. દ્વારા દિગ્દર્શિત અને નિર્માતા નાગેશ એસ પૂજારી અને મહેનાઝ બધુશા તથા સહ નિર્માતા શ્રી – ઉમેશ શર્મા (અટ્રી એન્ટરટેનમેન્ટ) દ્વારા પ્રોડ્યુસ કરાયેલ આ ફિલ્મમાં પિતા-પુત્રી વચ્ચેના શુદ્ધ બંધન/સંબંધને પ્રકાશિત કરાશે.
ફિલ્મમાં બાળકીના શિક્ષણ જેવા સામાજિક વિષય પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. આ ફિલ્મમાં પ્રતિક ગાંધી અને શ્રેયંશી બારોટ દ્વારા પાત્ર ભજવવામાં આવનાર છે જે પિતા-પુત્રીના સંબંધો વચ્ચેના સુંદર બંધનને વધુ વિસ્તૃત કરશે. પ્રતિક ગાંધીએ કહ્યું કે “ગુજરાતી ફિલ્મો મારા હૃદયની ખૂબ નજીક છે કારણ કે મેં અહીંથી મારી ફિલ્મી કારકીર્દિની શરૂઆત કરી હતી અને આ ફિલ્મમાં જે વિષય નો ઉલ્લેખ કરવામાં આવેલ છે તેમાં મને વિશેષ રૂચિ છે અને હું આ પાત્ર સાથે પ્રયોગ કરી શકું તેમ છું”

ગુજરાતી સિનેમામાં પહેલીવાર પ્રતિક, જે વ્યાવસાયિક પાત્રો ભજવવામાં ખૂબ જાણીતો છે, તેની નાનકડી દીકરી હરણાના સપનાને પૂરા કરવા માટે સમાજનાં તમામ અવરોધો સામે તેની પુત્રીના હક માટે લડતા જોવા મળશે, તે પાત્ર દેશની દરેક દીકરીનાં સ્વપ્ન પિતા (Dream Father) સમાન હશે.

ડિરેક્ટર નીતિન જી. એ કહ્યું કે “મને ખાતરી છે કે આ ફિલ્મમાં પ્રતિકનું પાત્ર તેના અત્યાર સુધીમાં કરવામાં આવેલા અન્ય પ્રોજેક્ટ્સમાં રજૂ કરેલા તેના પાત્રોથી તદ્દન અલગ છે અને તેના ચાહકો ‘હરણા’ સાથે તેને મોટા પડદે પાછા જોવાની મજા લેશે. તેમનું પાત્ર કંઈક એવું છે જે દરેકને સ્પર્ષે છે. ખાસ કરીને, બધા જ પિતાઓ ને અને મને ખાતરી છે કે પ્રેક્ષકો ખરેખર તે રીતે ફિલ્મનો આનંદ માણશે જે રીતે અમે તેને બનાવવામાં આનંદ કર્યો.” આ ફિલ્મમાં મનોજ શાહ, શ્રેયંશી બારોટ, બ્રિંદા ત્રિવેદી અને મહેશ આકરકર સહિત અન્ય નામદાર કલાકારો પણ છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
