Breking News/ દહેરાદૂનના જીમ માલિક મોહમ્મદ દીપકને રાહત, FIRમાં આગળની કાર્યવાહી પર રોક

સુપ્રીમ કોર્ટે દહેરાદૂનના જીમ માલિક Mohammad Deepak વિરુદ્ધ નોંધાયેલી એફઆઈઆરમાં આગળની કાર્યવાહી પર રોક લગાવી દીધી છે. સાથે જ સોશિયલ મીડિયા પોસ્ટ પરનો પ્રતિબંધ પણ હટાવી લીધો છે.

Top Stories NATIONAL India Trending Breaking News
Mohammad Deepak

Mohammad Deepak News: સુપ્રીમ કોર્ટે દેહરાદૂનના જિમ માલિક મોહમ્મદ દીપકને મોટી રાહત આપી છે. કોર્ટે તેમના વિરુદ્ધ નોંધાયેલી FIRમાં હાલ આગળની કાર્યવાહી પર રોક લગાવી છે. આ સાથે ઉત્તરાખંડ હાઈકોર્ટના તે આદેશના અમલ પર પણ રોક લગાવવામાં આવી છે, જેમાં દીપકને ઘટનાને લગતા વીડિયો કે મેસેજ સોશિયલ મીડિયા પર શેર કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

શું છે સમગ્ર મામલો?

આ મામલો જાન્યુઆરીમાં દેહરાદૂનમાં બનેલી એક ઘટના સાથે જોડાયેલો છે. એક મુસ્લિમ દુકાનદારની દુકાનના નામમાં ‘બાબા’ શબ્દના ઉપયોગ સામે કેટલાક લોકો દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. મોહમ્મદ દીપકનો(Mohammad Deepak) દાવો છે કે તેઓ આ દુકાનદારની મદદ કરવા માટે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યારબાદ ત્યાં હાજર કેટલાક લોકો સાથે તેમનો વિવાદ થયો અને બાદમાં તેમની વિરુદ્ધ પણ FIR નોંધાઈ હતી.

સુપ્રીમ કોર્ટમાં શું થયું?

આ મામલાની સુનાવણી જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે કરી હતી. દીપક તરફથી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ દલીલો રજૂ કરી હતી. તેમણે કોર્ટ સમક્ષ FIR રદ કરવાની માંગ સાથે હાઈકોર્ટના અગાઉના આદેશને પડકાર્યો હતો. દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે સંબંધિત પક્ષોને નોટિસ પાઠવી અને અંતરિમ રાહત આપતા FIRમાં આગળની કાર્યવાહી પર રોક લગાવી છે.

‘હું દુકાનદારની મદદ કરવા ગયો હતો’

દીપક(Mohammad Deepak) તરફથી દલીલ કરવામાં આવી કે તેમના પર કાર્યવાહી થવાનું કારણ એ છે કે તેઓ કથિત રીતે હેરાન કરવામાં આવી રહેલા દુકાનદારની મદદ માટે આગળ આવ્યા હતા. તેમના વકીલે સવાલ ઉઠાવ્યો કે કોઈ વ્યક્તિ મદદ કરવા માટે આગળ આવે અને ત્યારબાદ તેને જ ફોજદારી કેસનો સામનો કરવો પડે તો આ બાબતની તપાસ જરૂરી છે. સુનાવણી દરમિયાન દીપકના(Mohammad Deepak) વકીલે કોર્ટને જણાવ્યું કે સમગ્ર ઘટનાના વીડિયો ઉપલબ્ધ છે. તેમનો દાવો હતો કે વીડિયોમાં ઘટનાક્રમ અંગે મહત્વપૂર્ણ માહિતી મળી શકે છે. તેમણે હાઈકોર્ટના નિર્ણય સામે પણ દલીલ કરી અને કહ્યું કે FIR રદ ન કરવાના નિર્ણયમાં પૂરતા કારણો સ્પષ્ટ કરવામાં આવ્યા નથી.

સોશિયલ મીડિયા પ્રતિબંધ પર પણ રોક

આ કેસમાં ઉત્તરાખંડ હાઈકોર્ટ દ્વારા દીપકને(Mohammad Deepak) તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ઘટનાને લગતા વીડિયો કે સંદેશ સોશિયલ મીડિયા પર પોસ્ટ ન કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં આ પ્રતિબંધને પણ પડકારવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે હાલ આ આદેશના અમલ પર પણ રોક લગાવી દીધી છે. એટલે કે આગામી સુનાવણી સુધી સોશિયલ મીડિયા પોસ્ટ અંગેનો અગાઉનો પ્રતિબંધ અમલમાં નહીં રહે. સુપ્રીમ કોર્ટના આ અંતરિમ આદેશથી મોહમ્મદ દીપકને હાલ રાહત મળી છે. જોકે, આ આદેશ અંતિમ નિર્ણય નથી. કેસમાં FIR રદ કરવાની મુખ્ય અરજી અને અન્ય કાનૂની મુદ્દાઓ પર આગળની સુનાવણી દરમિયાન નિર્ણય લેવામાં આવશે.


આ પણ વાંચો: 120 દિવસમાં 10 મર્ડર કેસ, 22ને ફાંસી! જજ પાસેથી 100 કેસ લઈને બીજા જજને કેમ સોંપાયા?

આ પણ વાંચો: સ્કૂલ ઠીક કરો અભિયાનની અસર: દારૂના નશામાં રહેતો પ્રિન્સિપાલ સસ્પેન્ડ

આ પણ વાંચો: ગુજરાત અને મહારાષ્ટ્રમાં ED દ્વારા મોટી કાર્યવાહી, નકલી KYC કેસમાં 23 સ્થળોએ દરોડા