Ahmedabad News : અમદાવાદમાં શહેરના વૃક્ષો (Ahmedabad Trees)ના જતન અને સંભાળને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વૃક્ષો લાવવાથી લઈને તેની માવજત અને સાચવણી સુધીની જવાબદારી હવે કેચ ફાઉન્ડેશન (Catch Foundation)ને સોંપવાની કામગીરી કરવામાં આવશે.
ત્રણ વર્ષ સુધી વૃક્ષોની માવજત

મળતી માહિતી મુજબ, એક વૃક્ષ માટે ત્રણ વર્ષના સમયગાળા દરમિયાન રૂ. 3 હજાર ચૂકવવામાં આવશે. આ સમયગાળા દરમિયાન કેચ ફાઉન્ડેશન (Catch Foundation) દ્વારા વૃક્ષોની નિયમિત માવજત અને સંભાળ રાખવામાં આવશે.

વૃક્ષોનું રોપણ કર્યા બાદ માત્ર તેને છોડીને દેવાને બદલે તેની વૃદ્ધિ અને જાળવણી પર પણ ધ્યાન આપવામાં આવશે. પાણી, સંભાળ અને વૃક્ષને નુકસાન ન થાય તેની તકેદારી સહિતની જવાબદારી ફાઉન્ડેશનની રહેશે.
અગાઉ અન્ય એજન્સીઓને પણ અપાયું હતું કામ
અમદાવાદમાં વૃક્ષોના જતન માટે અગાઉ અન્ય એજન્સીઓને પણ જવાબદારી સોંપવામાં આવી હતી. હવે કેચ ફાઉન્ડેશન (Catch Foundation)ને આ કામગીરી સોંપવાની માહિતી સામે આવી છે. સમગ્ર પ્રક્રિયા અંતર્ગત વૃક્ષ લાવવાથી લઈને ત્રણ વર્ષ સુધી તેની માવજત કરવાની જવાબદારી ફાઉન્ડેશનની રહેશે.
મેયર હિતેશ બારોટે આપી માહિતી

આ સમગ્ર મામલે અમદાવાદના મેયર હિતેશ બારોટે (Hitesh Barot)માહિતી આપી હતી. શહેરમાં વૃક્ષોનું વાવેતર વધારવાની સાથે નવા વાવેલા વૃક્ષો યોગ્ય રીતે ઉછરે અને લાંબા સમય સુધી ટકી રહે તે માટે જતન પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.
વૃક્ષારોપણ બાદ તેની નિયમિત સંભાળ (Tree Care)રાખવામાં આવે તો શહેરમાં હરિયાળી વધારવામાં મદદ મળી શકે છે. આથી ફાઉન્ડેશનને આપવામાં આવનારી જવાબદારી મહત્વપૂર્ણ બની રહેશે.
