Gujarat election 2022/ ગુજરાતમાં ભાજપ બે મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી શકે છે? પરંપરા તોડશે!

હાલ દિલ્હીમાં ભાજપના દિગ્ગજો ગુજરાત વિધાનસભાની 182 બેઠકોના ઉમેદવારો ફાઇનલ કરવા બેઠા છે,

Top Stories Gujarat Gujarat Assembly Election 2022
BJP CEC meeting

ગુજરાતમાં ચૂંટણીનું રણશિગું ફૂંકાઇ ગયું છે, હવે ચૂંટણીના ઉમેદવારોના નામની યાદી ફાઇનલ થઇ રહી છે, હાલ દિલ્હીમાં ભાજપના દિગ્ગજો ગુજરાત વિધાનસભાની 182 બેઠકોના ઉમેદવારો ફાઇનલ કરવા બેઠા છે, હવે લગભગ આજે ફાઇનલ થઇ જશે. આ સાથે ચૂંટણી અંગે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. ભાજપ આ વખતે પોતાની પરંપરા તોડી મુસ્લિમ ઉમેદવારોને પણ મેદાનમાં ઉતારશે.પ્રાપ્ત માહિતી અનુસાર ભાજપ આ વિધાનસભા ચૂંટણીમાં બે મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપશે. અમદાવાદ શહેરની બે સુરક્ષિત બેઠકો પર આ મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી શકે છે. ભાજપ મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી મુસ્લિમ મતોનું ધૃવિકરણ કરશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી અનેક રીતે ખાસ એની રહેવાની છે. આ ચૂંટણીમાં ભાજપ પહેલીવાર મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપશે.  ભાજપની છબી  મુસ્લિમ વિરોધી પાર્ટી છે તે કલંક ભૂસવા માટે અને મતોનું ધ્રુવીકરણ કરવા ટિકિટ ફાળવી શકે છે.આ ઉપરાત લોકસભામાં પણ આનો સીધો ફાયદો થઇ શકે છે.

અમદાવાદની બે મુસ્લિમ બેઠકો પર કદાત ભાજપ મુસ્લિમ ઉમેદવાર ઉતારી શકે તેવી પ્રાપ્ત માહિતી મળી રહી છે. 1 અને 5 ડિસેમ્બરના રોજ મતદાન થવાનું છે.