પ્રધાનમંત્રીનાડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનની જાહેરાતથી લઇને સમગ્ર ખેડૂત સમાજ વિરોધ કરતુ આવ્યુંછે અને ખેડૂતોનો વિરોધ સુરતના કઠોર ગામે પણ જોવા મળ્યો હતો.
અમદાવાદથી મુંબઈ જતી બુલેટ ટ્રેનને લઈને જમીન સંપાદન અને બુલેટ ટ્રેનનો વિરોધ મુદ્દે દક્ષીણ ગુજરાતના ખેડૂતોએ વિરોધ નોધાવ્યો હતો. ત્યારે આજે જે કંપની બુલેટ ટ્રેનનું ફંડિંગ કરવાની છે એ જાપાની કંપનીનું પ્રતિનિધિ આજે સુરતનાકામરેજ તાલુકાના કઠોર ખાતે અસરગ્રસ્ત ખેડૂતોને સાંભળવા ઝીકાના અધિકારીઓ આવ્યા હતા.
જમીન સંપાદન અને બુલેટ ટ્રેન પ્રોજેકટ મામલે સરકારએ જંત્રીના ભાવો મુજબ અનેયોગ્ય વળતરની વાતો કરી હતી. પરંતુ દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને સુરત અને ભરૂચ જિલ્લાના ખેડૂતોની વાત કરીએ તો વળતર માટે ખેડૂતો આજે પણ કંકળી રહ્યા છે.
જે માટે ખેડૂત સમાજ દ્વારા લડત મજબૂત બનાવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, જાપાનનું ડેલીગેશન કે જે સરકારને આર્થિક રીતે મદદરૂપ થનાર છે. એ સભ્યોએ કઠોર ગામના રહીશો સાથે વાત કરી હતી. કારણ કે બુલેટ ટ્રેન પ્રોજેકટમાં કઠોર ગામ ના 70 થી વધુ ઘરો અને ખેડૂતોની જમીન ગુમાવી પડે તેમ છે.
