ભોપાલ
હાલમાં કમલનાથની સરકારના એક મંત્રીનો વિડીયો વાયરલ થયો છે જે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
Madhya Pradesh Minister Mahendra Singh Sisodia during his interaction with party workers in Guna: Jo karamchari, adhikari paalan nahi karega, usko laat deke bahar kardiya jayega. (31.12.2018) pic.twitter.com/598ps2uuNL
— ANI (@ANI) January 3, 2019
કમલનાથની સરકારના કેબીનેટ મંત્રી મહેન્દ્ર સિંહ સિસોદિયાએ સરકારી કર્મચારી અને અધિકારીઓને લઈને એક વિવાદિત નિવેદન આપ્યું છે. તેઓ પાર્ટીના કાર્યકર્તાઓને કહી રહ્યા છે કે ,’ જો કોઈ કર્મચારી, અધિકારીનું પાલન નહિ કરે તો તેને લાત મારીને બહાર કરી દેવામાં આવશે.’
મહેન્દ્ર સિંહ બમોરી વિધાનસભાના એમએલએ તરીકે ચૂંટાયા છે અને તેઓ જ્યોતિરાદીત્ય સિંધિયાના પણ ઘણા નજીક છે.
પોતાના ક્ષેત્રની જનતા વચ્ચે પહોચેલા સિસોદિયાએ કહ્યું હતું કે હવે હું કોઈ પણ પ્રકારની દલાલી નહી ચલાવી લઉં. મહેન્દ્ર સિસોદિયાને રાજ્ય સરકારે શ્રમમંત્રીની જવાબદારી આપી છે.
