હજુ ઉત્તર પ્રદેશમાં પોલીસ બુલંદ શહેરમાં થયેલી ગૌહત્યામાં શામેલ આરોપીઓને શોધી રહી છે ત્યાં ગૌહત્યાનો એક બીજો કેસ સામે આવ્યો છે.
Skeletons of 6 cows found in Aligarh's Bhogpur; Police say, "Incident took place on Bulandshahr-Aligarh border. Carcass were found in Chandaus (Aligarh) & bullets were found in Arniya (Bulandshahr). This is 2-3 day old incident. Investigation underway." (2.1.19) pic.twitter.com/xpTmBBTWpf
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 2, 2019
યુપીમાં અલીગઢમાં ભોગપુર ગામમાં ૬ ગાયોના કંકાલ મળ્યા છે. ગાયોના કંકાલ મળવાને લીધે અહિયાં સ્થિતિ તણાવભરેલી થઇ ગઈ છે.
ખુજરા સર્કલના ઓફિસર ગોપાલ સિંહે જણાવ્યું આ ઘટના આ અઠવાડિયાની શરૂઆતમાં બની છે. આ ઘટના બુલંદ શહેર અને અલીગઢની બોર્ડર પર થઇ છે. બુલેટ્સ બુલંદ શહેરના અર્નિયામાંથી મળી છે. આ ઘટના ૨-૩ દિવસ જૂની છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
તમને જણાવી દઈએ કે ૩ ડીસેમ્બરના રોજ બુલંદ શહેરમાં ગૌહત્યા મામલે હિંસા વ્યાપી હતી જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર સુબોધ કુમાર અને એક સ્થાનિકનું મૃત્યુ થયું હતું.
આજે બુલંદ શહેરમાં ગૌ હત્યાને મામલે થયેલી હિંસાના મુખ્ય આરોપીને યુપી પોલીસે દબોચી લીધો છે. હિંસાનો મુખ્ય આરોપી અને બજરંગ દળનો જીલ્લા સંયોજક યોગેશ રાજની પોલીસે ધરપકડ કરી છે. જો કે અત્યાર સુધી પોલીસે આ ધરપકડ મામલે કોઈ ખુલાસો નથી કર્યો.
