international news/ થાઈલેન્ડની મજા માણવા ઈચ્છતા ગુજરાતીઓ માટે મોટો આંચકો, સરકારે વિઝા નીતિમાં કર્યો ફેરફાર

થાઈલેન્ડ(Thailand) સરકારે સુરક્ષાના કારણોસર ભારત સહિત 93 દેશો માટેની 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રીની સુવિધા રદ કરી દીધી છે. હવે પ્રવાસીઓએ 30 દિવસના જૂના નિયમ હેઠળ જ મુસાફરી કરવી પડશે. વાંચો સંપૂર્ણ અહેવાલ

international World Trending
Thailand

Thailand Visa Rules 2026: બેંગકોક અને પટ્ટાયા જેવા આકર્ષક સ્થળોના કારણે થાઈલેન્ડ (Thailand) હંમેશાં ગુજરાતીઓ અને ભારતીય પ્રવાસીઓ માટે વેકેશન ગાળવાનું ફેવરિટ ડેસ્ટિનેશન રહ્યું છે. જો તમે પણ આગામી સમયમાં થાઈલેન્ડ પ્રવાસનું પ્લાનિંગ કરી રહ્યા હોવ, તો આ સમાચાર તમારા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. થાઈલેન્ડ સરકારે પ્રવાસીઓ માટે વિઝા પોલિસીમાં ખૂબ જ મોટો ફેરફાર કર્યો છે. સરકારે અગાઉ આપેલી 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી (Visa-Free Entry) ની સુવિધાને સત્તાવાર રીતે રદ કરી દીધી છે. આ નવા નિયમોની સીધી અસર પ્રવાસીઓના પ્લાનિંગ અને ખિસ્સા પર પડશે.

Thailand

કેમ લેવાયો આ કડક નિર્ણય?

થાઈલેન્ડ સરકારના જણાવ્યા અનુસાર, પર્યટનને પ્રોત્સાહન આપવા માટે આપવામાં આવેલી કટોકટી મુક્તિનો ઘણા વિદેશી નાગરિકો દ્વારા દુરુપયોગ કરવામાં આવી રહ્યો હતો. અનેક વિદેશીઓ વિઝા વગર લાંબા સમય સુધી દેશમાં ગેરકાયદેસર રીતે વસવાટ (ઓવરસ્ટે) કરતા હતા. એટલું જ નહીં, કેટલાક કિસ્સાઓમાં વિદેશીઓ દ્વારા પરમિટ વગર ગેરકાયદેસર બિઝનેસ ચલાવવા, ડ્રગ્સની હેરાફેરી અને આંતરરાષ્ટ્રીય સ્કેમ નેટવર્ક ઓપરેટ કરવા જેવી ગુનાહિત પ્રવૃત્તિઓ સામે આવી હતી. આથી, રાષ્ટ્રીય સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાને મજબૂત કરવા માટે કેબિનેટ બેઠકમાં આ કડક નિર્ણય લેવામાં આવ્યો છે.

Thailand

હવે માત્ર 30 દિવસની જ મળશે મંજૂરી

નવા નિયમો લાગુ થયા બાદ ભારતીય પાસપોર્ટ ધારકો હવે પહેલાની જેમ ઓટોમેટિક 60 દિવસ સુધી થાઈલેન્ડમાં રોકાઈ શકશે નહીં. પ્રવાસીઓએ હવે ફરીથી જૂના નિયમ એટલે કે માત્ર 30 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી હેઠળ જ મુસાફરી કરવી પડશે. આ ફેરફાર માત્ર ભારત માટે જ નહીં, પરંતુ અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને શેંગેન (યુરોપિયન) દેશો સહિત વિશ્વના 93 દેશો પર સમાન રીતે લાગુ કરવામાં આવ્યો છે.

Thailand

ઓટોમેટિક એક્સટેન્શન બંધ

જો કોઈ પ્રવાસીને 30 દિવસથી વધુ સમય માટે થાઈલેન્ડમાં રોકાવાની જરૂરિયાત ઊભી થાય, તો તેણે સ્થાનિક ઈમિગ્રેશન ઓફિસ (Immigration Office) ની મુલાકાત લઈને વિઝા લંબાવવા માટે વિધિવત અરજી કરવી પડશે. અગાઉ 60 દિવસનું એક્સટેન્શન ઓટોમેટિક મળી જતું હતું, પરંતુ હવે ઈમિગ્રેશન અધિકારીઓ પ્રવાસીના કારણની યોગ્ય તપાસ કરશે અને તેમના નિર્ણયના આધારે જ રોકાણ લંબાવવાની મંજૂરી આપવામાં આવશે.

Thailand

Thailand માં ઈ-વિઝા સુવિધાનો ઉપયોગ વધશે

થાઈલેન્ડના(Thailand) વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે આ નિર્ણયથી સામાન્ય પ્રવાસીઓને મોટી તકલીફ નહીં પડે, કારણ કે સરેરાશ પ્રવાસીઓ માત્ર 9 થી 10 દિવસ માટે જ પ્રવાસે આવતા હોય છે. આ ઉપરાંત, થાઈલેન્ડની(Thailand) ‘ઈ-વિઝા’ (e-Visa) સિસ્ટમ હવે પહેલા કરતાં ઘણી વધુ ઝડપી અને ડિજિટલ બનાવી દેવામાં આવી છે. નવી વ્યવસ્થા હેઠળ મુસાફરો ઓનલાઇન અરજી કરીને અગાઉથી જ સુરક્ષિત રીતે વિઝા મેળવી શકે છે, જેથી એરપોર્ટ પર સ્ક્રીનિંગ અને તપાસ યોગ્ય રીતે થઈ શકે.


આ પણ વાંચો :ઇંધણની કટોકટી વચ્ચે બ્રિટને નિયમો હળવા કર્યા, હવે ભારત પાસેથી ખરીદશે રશિયન ઓઇલ

આ પણ વાંચો :ઓઇલ બાદ હવે સ્ટીલ ક્ષેત્રે ભારત-રશિયાની મોટી ભાગીદારી, ચીનની ચિંતા વધી

આ પણ વાંચો :ઈરાન સામેના યુદ્ધમાં અમેરિકાને વેઠવું પડ્યું મોટું નુકસાન, જેડી વાન્સે આપી પરમાણુ ચેતવણી