Food Recipe: રસમલાઈનો સ્વાદ તો તમે ઘણી વાર ચાખ્યો હશે પણ શું ક્યારેય ક્રીમી રસમલાઈ મૂઝ (Rasmalai Mousse) ખાધું છે ખરું? આ એક લાજવાબ ઈન્ડો-વેસ્ટર્ન ડેઝર્ટ છે જેને ઘરે પણ આસાનીથી તૈયાર કરી શકાય છે. એનું ક્રીમી ટેક્ષ્ચર અને ઈલાયચી-કેસરની સુગંધ એને વિશેષ બનાવી દે છે.
જો તમને રાત્રે જમ્યા બાદ કશુંક ગળ્યું ખાવાની ક્રેવિંગ થાય છે તો આ વખતે કંઇક નવું ટ્રાય કરી શકો છો. રસમલાઈ (Rasmalai)નો સ્વાદ તો તમે ઘણી વાર ચાખ્યો હશે પણ શું ક્યારેય ક્રીમી રસમલાઈ મૂઝ ખાધું છે ખરું? આ એક લાજવાબ ઈન્ડો-વેસ્ટર્ન ડેઝર્ટ (Indo-Western Desert) છે જેને ઘરે પણ આસાનીથી તૈયાર કરી શકાય છે. એનું ક્રીમી ટેક્ષ્ચર અને ઈલાયચી-કેસરની સુગંધ એને વિશેષ બનાવી દે છે. બાળકોથી માંડીને વડીલો….તમામને એનો સ્વાદ પસંદ પડશે. તો ચાલો જાણીએ ઘરે રસમલાઈ મૂઝ બનાવવાની આસાન રેસિપી….
શી રીતે બનાવશો રસમલાઈ મૂઝ? (Rasmalai Mousse Recipe)
રસમલાઈ મૂઝ બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

સામગ્રી
1 કપ ઠંડુ વ્હીપિંગ ક્રીમ
અડધો કપ રસમલાઈની રબડી
3-4 રસમલાઈ
2-3 ચમચી દળેલી ખાંડ
અડધી નાની ચમચી ઈલાયચી
થોડા કેસરના તાંતણા
બદામ-પિસ્તાની કતરણ

રસમલાઈ મૂઝ બનાવવાની વિધિ
1. સૌપ્રથમ એક બાઉલમાં ઠંડુ વ્હીપિંગ ક્રીમ લઈને એને ઈલેક્ટ્રિક બીટરની મદદથી ફેંટી લો. એ ઘટ્ટ અને ફ્લફી ન થાય ત્યાં સુધી ફેંટવું.
2. હવે એમાં દળેલી ખાંડ, ઈલાયચી પાવડર અને કેસર ઉમેરીને સારી રીતે હલાવી લો. ત્યાર બાદ રસમલાઈનું ઘટ્ટ દૂધ અર્થાત્ રબડીને હળવા હાથેથી મિક્સ કરવી.
3. એમાં રસમલાઈના ટુકડા કરીને આ મિશ્રણમાં ઉમેરવા અને ધીરે-ધીરે મિક્સ કરવા જેથી મૂઝનું ક્રીમી ટેક્ષ્ચર જળવાઈ રહે.
4. આ તૈયાર મિશ્રણને નાના સર્વિંગ ગ્લાસ કે બાઉલમાં ભરો. ઉપરથી બદામ અને પિસ્તાની કતરણ અને કેસરના તાંતણા વડે ગાર્નિશ કરવું. એને ઓછામાં ઓછા 2-3 કલાક સુધી ફ્રીઝમાં ઠંડુ થવા દેવું.
તો તૈયાર છે તમારું ક્રીમી અને સ્વાદિષ્ટ રસમલાઈ મૂઝ (Rasmalai Mousse)….એને ડિનર પછી ઠંડુ-ઠંડુ ડેઝર્ટના રુપમાં સર્વ કરો. એનો શાહી સ્વાદ અને મુલાયમ ટેક્ષ્ચર સૌ કોઈને પસંદ પડશે!
આ પણ વાંચો: છઠ પૂજા પર ઠેકુઆને મુલાયમ અને નરમ બનાવવાની ટ્રિક…લોટ બાંધવાના છે આ કળા!
આ પણ વાંચો: આ દિવાળીના દિવસે બજારની મીઠાઈને કહો અલવિદા…બનાવો હલવાઈ જેવી મગ દાળની બરફી..!
આ પણ વાંચો: દિવાળીના તહેવારમાં મીઠાશ ઘોળો…ઘરે જ બનાવો હલવાઈ જેવા દાણેદાર મોતીચૂરના લાડુ!
