Kathmandu News: ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ઇન્ટિગ્રેટેડ માઉન્ટેન ડેવલપમેન્ટ (ICIMOD) દ્વારા આયોજિત એક વર્કશોપમાં, સંસ્થાના વાયુ પ્રદૂષણ નિષ્ણાતએ જણાવ્યું હતું કે વાયુ પ્રદૂષણ દક્ષિણ એશિયામાં સરેરાશ સાડા ત્રણ વર્ષનું આયુષ્ય ઘટાડી રહ્યું છે. આર્થિક મોરચે, પ્રદૂષણ આ ક્ષેત્રના ઘણા દેશોને તેમના GDPના 10.3 ટકા સુધીનું નુકસાન પહોંચાડી રહ્યું છે.
તેમજ સિંધુ ગંગાના મેદાનો અને હિન્દુ કુશ હિમાલય ક્ષેત્રમાં વધતા વાયુ પ્રદૂષણને રોકવા માટે નિષ્ણાતો અને નીતિ નિર્માતાઓ ઉકેલ-આધારિત પ્રાદેશિક ઉકલ-આધારિત પ્રાદેશિક રોડમેપ તૈયાર કરવા માટે સાથે મળીને કામ કરવા પર ભાર મૂક્યો છે.
અને આ વાત સ્વીકારવામાં આવી હતી કે કોઈ એક દેશના પ્રયાસોથી વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરી શકાતું નથી. ફક્ત સહિયારી વ્યૂહરચના, વિજ્ઞાન આધારિત સહયોગ અને રાજકીય ઇચ્છાશક્તિ જ વાસ્તવિક ઉકેલો માટે માર્ગ મોકળો કરી શકે છે.
વર્કશોપમાં વાયુ પ્રદૂષણ દેખરેખ નેટવર્ક, સમુદાય ભાગીદારી અને નવીનતાને પ્રાથમિકતા આપવાની જરૂરિયાત પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. સંસ્થાના અધિકારીએ સ્પષ્ટતા કરી હતી કે વર્કશોપમાં વ્યવહારુ અને અમલીકરણ યોગ્ય ઉકેલોને પ્રોત્સાહન આપવાની જરૂર છે.
ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવું પડશે
નિષ્ણાતોએ એ ઉદારણ આપતા કહ્યું ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવું, સ્વચ્છ બળતણના ચૂલાનો ઉપયોગ વધારવો, ઔદ્યોગિક ઉત્સર્જન ધોરણોને મજબૂત બનાવવા, શહેરોમાં ઓછા ઉત્સર્જન ઝોન વિકસાવવા અને કૃષિ કચરા વ્યવસ્થાપનને પ્રાથમિકતા આપવી.
નિષ્ણાતોએ એ પણ નોંધ્યું છે કે સિંધુ-ગંગાના મેદાનો અને હિમાલયની તળેટીમાં વાયુ પ્રદૂષણ માપવા માટે ફક્ત 400 મોનિટરિંગ સ્ટેશનો છે, જે લગભગ બે અબજ લોકોને આવરી લે છે. દેખરેખનો આ ગંભીર અભાવ, તકનીકી કુશળતાનો અભાવ અને ડેટા અસંતુલન અસરકારક નીતિનિર્માણમાં મુખ્ય અવરોધો ઉભા કરે છે.
ઘઉંના ઉત્પાદનમાં પણ 36 ટકાનો ઘટાડો
વર્કશોપમાં કાળા કાર્બન અને ઓઝોન પર તાત્કાલિક નિયંત્રણની ભલામણ કરવામાં આવી હતી કે, આ પ્રદેશમાં એક સંકલિત, પ્રમાણિત અને વ્યાપક દેખરેખ નેટવર્ક સ્થાપિત કરવું એ પ્રાથમિકતા હોવી જોઈએ. કારણ કે આ પ્રદૂષકો, હવાની ગુણવત્તામાં બગાડમાં પણ ફાળો આપી રહ્યા છે, તે ઘઉંના ઉત્પાદનમાં 36 ટકા ઘટાડા માટે પણ ફાળો આપી રહ્યા છે. તેઓ શિયાળાના 90 ટકા ઓછા દૃશ્યતા અને હિમાલયના ગ્લેશિયર પીગળવાના 39 ટકા માટે પણ જવાબદાર છે.
આ પણ વાંચો: દિલ્હીમાં પ્રદૂષણ,ઠંડીનો ડબલ અટેક , તમિલનાડુ, કેરળમાં ભારે વરસાદની આગાહી
આ પણ વાંચો: પંજાબ અને હરિયાણા સરકારને દિલ્હી વાયુ પ્રદૂષણ મામલે સુપ્રીમ કોર્ટની ફટકાર
આ પણ વાંચો: પહાડોથી મેદાની વિસ્તાર સુધી હવા બની ઝેરી, વાયુ પ્રદૂષણથી લોકોને શ્વાસ લેવામાં પડી રહી છે તકલીફ

