અમદાવાદ,
અમદાવાદના વટવા નારોલ માર્ગ પર ભૂવો પડ્યો છે. જેથી તંત્રના ભષ્ટ્રાચારની પોલ છતિ થઇ છે. વટવા પોલીસ સ્ટેશન નજીક આ ભૂવો પડ્યો હતો. જેથી લોકોને અવરજવર કરવા માટે મુશ્કેલી પડી રહી હતી.
મહત્વનું છે કે, વગર વરસાદે આ ભૂવો પડ્યો હતો. વરસાદની સિઝન હોય ત્યારે તો અમદાવાદ શહેરમાં ભૂવાનું ભૂત ધૂળતું હોય છે પરતું હવે સ્માર્ટ સિટી અને મેગાસિટી અમદાવાદમાં તો વગર વરસાદે પણ ભૂવા પડવા લાગ્યા છે. શું આને સ્માર્ટ સિટી કહેવાય, શું આને વિકાસ કહેવાય તેવા અનેક સવાલો સત્તાવી રહ્યા છે.
