Not Set/ ચીનની અંતરિક્ષમાં વધુ એક ઉડાન, ચંદ્રના પાછળના ભાગે ઉતાર્યું પોતાનું સ્પેસક્રાફ્ટ

બીજિંગ, પાડોશી દેશ ચીને અંતરિક્ષમાં વધુ એક ઉડાન ભરી છે. ગુરવારે ચીન દ્વારા પોતાના એક સ્પેસક્રાફ્ટને ચંદ્રના પાછળના ભાગ પર એક સ્પેસક્રાફ્ટ ઉતારવામાં આવ્યું છે. જોવામાં આવે તો, ચંદ્રમાના આ ભાગ કે જેને ધરતી પરથી જોઈ શકાતો નથી, તેના પર પહેલીવાર કોઈ દ્વારા સ્પેસક્રાફ્ટ ઉતારવામાં આવ્યું છે. બીજી બાજુ ભારતીય સ્પેસ એજન્સી ઈસરો (ઇન્ડિયન સ્પેસ […]

Top Stories World Trending

બીજિંગ,

પાડોશી દેશ ચીને અંતરિક્ષમાં વધુ એક ઉડાન ભરી છે. ગુરવારે ચીન દ્વારા પોતાના એક સ્પેસક્રાફ્ટને ચંદ્રના પાછળના ભાગ પર એક સ્પેસક્રાફ્ટ ઉતારવામાં આવ્યું છે.

જોવામાં આવે તો, ચંદ્રમાના આ ભાગ કે જેને ધરતી પરથી જોઈ શકાતો નથી, તેના પર પહેલીવાર કોઈ દ્વારા સ્પેસક્રાફ્ટ ઉતારવામાં આવ્યું છે.

world-chinese-spacecraft-moon loaded mission moon

બીજી બાજુ ભારતીય સ્પેસ એજન્સી ઈસરો (ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન) દ્વારા પણ આ મહિનામાં અંત સુધીમાં પોતાના બીજા ચંદ્રયાન મિશનનું લોન્ચિંગ કરવામાં આવી શકે છે.

આ પહેલા ઈસરો દ્વારા ચંદ્રયાન-૧ ચંદ્ર પર ઉતારવામાં આવ્યું શક્યું ન હતું.

દુનિયામાં માત્ર અમેરિકા, રશિયા અને ચીન દ્વારા જ પોતાના સ્પેસક્રાફ્ટ ચંદ્ર પર મોકલવામાં આવ્યા છે.

આ કારણે ચંદ્રનો પાછળનો ભાગ જોઈ શકાતો નથી

ધરતી પરથી જોવામાં આવે તો, ચંદ્રનો એક જ ભાગ નજરે આવે છે. કારણ કે ચંદ્ર જે ઝડપથી ધરતી પર ચક્કર લગાવે છે એટલી જ ગતિથી પોતાની ધરી પર ચક્કર મારે છે.

મળતી માહિતી મુજબ, આ દાયકાના અંત સુધીમાં ચીન ચંદ્ર પર પોતાના અંતરિક્ષ યાત્રીઓને પણ મોકલવા માંગે છે, તેમજ એક મિશન દ્વારા મંગળની ધરતી પરથી માટી લાવવાની પણ યોજના છે.

ઈસરો દ્વારા ગગનયાન મિશન હેઠળ સ્પેસમાં મોકલવામાં આવશે ૩ યાત્રી

world-chinese-spacecraft-moon loaded mission moon

આ ગગનયાન મિશન માટે સરકાર દ્વારા પણ લીલી ઝંડી આપવામાં આવી છે. મોદી સરકારની કેબિનેટ બેઠકમાં હ્યુમનસ્પેસ પ્રોગ્રામ હેઠળ ત્રણ વ્યક્તિઓને અંતરિક્ષમાં મોકલવા માટેની મંજૂરી આપવામાં આવી છે અને આ માટે કુલ ૧૦ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થઇ શકે છે.

ત્રણ ભારતીયોને લઇ જવાવાળા ક્રૂ મોડ્યુલ સાથે એક સર્વિસ મોડ્યુલ પણ હશે. આ બંને મૉડ્યૂલ્સને ભેગા કરીને ઓર્બિટલ મોડ્યુલ બનશે, જે એડવાન્સ GSLV એમ-3 રોકેટ દ્વારા અંતરિક્ષમાં મોકલવામાં આવશે.

આ યાત્રા પર એક અઠવાડિયા સુધી ત્રણ યાત્રીઓ માઇક્રોગ્રેવીટી અને અન્ય પ્રયોગ કરશે. પાછા ફરતા સમયે ઓર્બિટલ મોડ્યુલ પોતાને રિઑરિએંટ કરી લેશે.